________________
-----
પ્રકરણ ૧૩ મુ.
-
સત્તાવીસમા ભવ. ( ચાલુ. )
જન્મ અને ગૃહસ્થાવાસ.
એક વર્ષમાં છ અઠ્ઠાઈઓ આવે છે. કાર્તિક ચોમાસુ, ફાગણ ચોમાસુ, અને અષાઢ ચોમાસુ; એ ત્રણ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈઓ, તથા એક શ્રી પર્યુંષણુપ ની, અને એ શ્રી નવ પદ્મ આરાધનની, ( તેમાં એક આસો માસમાં અને એક ચૈત્ર માસમાં. ) એ પ્રમાણે છ અઠ્ઠાઇઓ છે. એ છમાં પણ નવ પદ આરાધનની એ અઠ્ઠાઇ પ્રાયઃ શાશ્વતિ છે. આ અઠ્ઠાઇઓ પૈકી શ્રી પષણપર્વની અઠ્ઠાઇ શ્રાવણ વદી ૧૨ થી શરૂ થઇ ભાદરવા સુદ ૪ ચે પુણૅ થાય છે, ખાકીની પાંચ અઠ્ઠાઇએ તે તે માસમાં અજવાળીયા પખવાડીયામાં (શુકલપક્ષ ) આવે છે, જેના છેલ્લા દિવસ પુર્ણિમાના હાય છે. આ દિવસે ઉત્તમ દિવસેાની કાટીમાં ગણાય છે. તેમાં પણ નવ પદ્મ આરાધનની એ અઠ્ઠાઇઓના દિવસે ધર્મારાધનના અંગે વિશેષ મહત્વતાવાલા છે. આ દિવસેામાં આરંભ એટલે પાપના કાર્યોં બંધ રાખવામાં આવે છે. આત્મહિનૈષિએ નવ પદ્મ આરાધનના અંગે આય’ખીલ (આચામ્સ) તપ કરે છે, અને વિધિપૂર્વક શ્રી નવ પદ્મનું આરાધન કરે છે. જૈનમદિરામાં વિવિધ પ્રકારે ભગવત ભક્તિ કરવામાં આવે છે. એ પર્વમાં, આ પવરાધ થી આત્મકલ્યાણ કરવાની સાથે લૈાકિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com