________________
૨૭ ભવ. ] જન્મ મહોત્સવ.
૧૫૫ અનંતા ઇંદ્રના બળ જેટલું બળ અનેંદ્રની ટચલી અંગુલીમાં હોય છે, તેથી જ તીર્થકરોને “ અતુલ બીના ધણી ” એવી ઉપમા થી શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે વર્ણવવામાં આવ્યા છે.
પ્રભુના ઉપર જળાભિષેક કરી રહ્યા પછી, સુગંધિત વસ્ત્રથી પ્રભુન: શરીરને લુંછી, જળ રહિત કરી, બાવન ચંદનથી પ્રભુના શરીરને વિલેપન કર્યું. પછી સુગંધિત પુષ્પોથી પૂજા કરી. ધુપ, દીપ, આરતિથી પૂજા કરી. પ્રભુના આગલ રૂપાના તાંદુલથી અષ્ટમંગલ– ૧ દર્પણ, ૨ વમાન, ૩ કલશ, ૪ મયુગલ, ૫ શ્રીવત્સ, ૬ સ્વસ્તિક, ૭ નંદાવર્ત અને ૮ વાદ્રાશન–આલેખી ગીત, ગાન, નૃત્ય, વાજિંત્રાદિકના નાદ સહિત અતિ આનંદપૂર્વક નૃત્ય પૂજા કરી. પછી ભાવ પૂજા રૂપ પ્રભુની સ્તુતિ કરીને ઈદ્ર મહારાજે, ત્રીશલા માતા પાસે ભગવંતને પધરાવીને, પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્થાપિની નિંદ્રાને અપહરિ લીધી, પ્રભુના ઘરમાં બત્રીશ કે રત્ન, સુવર્ણ, રૂપાદિકની વૃષ્ટિ કરી, પ્રભુના જમણા હાથના અંગુઠામાં અમૃત સ્થાપી, વંદન નમસ્કાર કરી, પ્રભુને તથા પ્રભુની માતાને કેઈએ ઉપદ્રવ કરે નહી એવી ઘોષણ કરી, અને બધા ઈદ્ર પરિવાર સહિત નંદીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઈ મહોત્સવ કરી પિત પિતાના સ્થાનકે ગયા.
પ્રાતઃ કાલે સિદ્ધાર્થ રાજાએ પ્રભુને જન્મ મહોત્સવ કર્યો. યુવરાજના અભિષેક વખતે, શત્રુના રાજ્યને નાશ કરતી વખતે, અને પુત્ર જન્મ મહોત્સવ દિવસે કેદીઓને બંધન મુકત કરવાના પ્રાચીન રીવાજ મુજબ કેદીઓને છોડી મુકવાને હુકમ કર્યો, નગરજનેએ પણ પ્રભુના જન્મ નિમિત્ત જન્મમહોત્સવમાં ભાગ લીધે. રાજાએ દશ દિવસ સુધી કુળમર્યાદા મુજબ મહોત્સવ કર્યો. પુત્ર જન્મની ખુશાલીમાં રાજાએ પ્રજાને રૂણ રહિત કરી. રાજ્યનું લહેણું માફ કર્યું, એટલું જ નહી પણપ્રજાજનેનું દેવું રાજ્યની તીજોરીમાંથી આપી રાણી જનેને અણુ મુકત કર્યા. સઘળા પ્રકારના “ કર ” માફ કર્યા. દશદિવસ સુધી પ્રજાજને આનંદમાં દિવસે નિર્ગમન કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com