________________
૧૬૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૦ હતી. એની ગણત્રી બેતાલીશ પ્રકારની પુણ્યપ્રકૃતિમાં અને બા કીનાની પાપ પ્રકૃતિમાં કરવામાં આવેલી છે. શરીરને આકાર તેને સંસ્થાને કહે છે. તેને પણ છ ભેદ છે. છ પ્રકારના સંરથાનનું સ્વરૂપ એજ કર્મ ગ્રંથની ચાલીશમી ગાથાના વિવેચનમાં આ પ્રમાણે વર્ણન કરેલું છે.
૧ સમચતુરસ્ત્ર સંરથાન–અનુષ્ય પર્યકાસને બેસે તેના બે ઢીંચણ વચેનું અંતર ૧, તથા જમણે ખભે અને ડાબા ઢીચણ વચ્ચેનું અંતર ૨, ડાબા ખભા અને જમણું ઢીચણ વચ્ચેનું અંતર ૩, અને પલાંઠીના મધ્ય પ્રદેશથી નિલડ-પાલનું અંતર ૪, એ ચારે પાસે સરખું હેય, અને સર્વાગે સુંદર હોય તેને સમચતુરસ સંસ્થાન કહે છે.
૨ ન્યુરોધ પરિમંડળ સંસ્થાન-નાભિ ઉપર સંપૂર્ણ સુદર અવયવ હેય અને હેઠેના પ્રદેશમાં હીનાષિક હેય તેને ન્યુરોધ પરિમંડળ સંસ્થાન કહે છે.
૩ સાદિ સંસ્થાન-નાભિથી નીચે સંપૂર્ણ અવયવ હોય અને ઉપર હીનાધિક હોય તેને સાદિ સંસ્થાન કહે છે.
૪ મુજ સંસ્થાન–હાથ, પગ, મસ્તક, ગ્રીવા (ડેક) સુલક્ષણ હોય અને હાય, પિટ, હીન હોય તેને કુજ સંસ્થાન કહે છે.
૫ વામન સંસ્થાન- હૃદય તથા પેટ સુલક્ષણ હોય અને હાથ, પગ, શર, ગ્રીવા કુલક્ષણ હોય તેને વામન સંસ્થાન કહે છે.
૬ હુડક સંસ્થાન-સર્વ અંગે પાંગ કુલક્ષણ હીનાધિક હોય હોય તેને હુડક સંસ્થાન કહે છે.
આ છ પ્રકારના સંસ્થાનમાં દેવતાઓને સમચતુરસ્ત્ર સંરથાન હેય. ગર્ભજ મનુષ્ય એ છ સંસ્થાનના અધિકારી છે. તેમ ગર્ભજ તિર્યંચ પણ એ છના અધિકારી છે બાકીના સર્વ જાતિના છે છેલા હુંડક સંસ્થાનના અધિકારી છે. ભગવંત મહાવીરના શરીરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com