________________
૨૭ ભવ. ]
પ્રભુ અધ્યાપક શાળામાં.
૧૬
કરવા લાયક જનેને આમંત્રણ કરી, મોટા આડંબર પૂર્વક વડે ચઢાવી અધ્યાપકશાળાએ ગયા, અને અધ્યાપકની પાસે પ્રભુને બેસાડ્યા.
ભગવંત નાના બાળક છતાં મહાન ગંભીર સ્વભાવના હતા. પિતાને ભણવા જેવું કંઈ નથી, અને આ સઘળે ઠઠારો કરવાની કંઈ જરૂર નથી એમ લાગ્યું; છતાં ગર્ભમાંથી જ વિનયવાન આ બુદ્ધિશાળી અને વિનયવાન બાલક, પિતાની છત નહિ જણાવતાં માતાપિતાની આજ્ઞા મુજબ નિશાળે ગયા. | તીર્થકરના આચારથી વિરૂદ્ધાચારની થતી વિધિના પ્રસંગે ઈદ્ર મહારાજનું આસન ચલાયમાન થાય છે. આસન ચલાયમાન થતાં ઇકે તેના કારણને તપાસ કરવા અવધિજ્ઞાનને ઉપગ મુક, અને ભગવંતને ભણવા સારૂ નિશાળે ભણવા મુકવાને વિધિ થતે જોયે. તેઓ વિચાર કરવા લાગ્યા કે, ભગવંતને શું ભણવાનું છે ? તે તે સ્વયં બુદ્ધિશાળી છે. તેમને ભણવા જેવું કંઈ છે જ નહિ. આંબાને તેરણ બાંધવું, અમૃતની અંદર મીઠાશ નાખવી, અને સરસ્વતિને ભણાવવી, તેના જે આ બનાવ છે. ભગવંત તે વિના અભ્યાસે પંડિતજ છે. તે એમને ભણાવવાને નિરર્થક ઉદ્યમ શાને કરવાને? આતે તીર્થકરને અવિનય અને આશાતના થાય છે એમ વિચારી ઈદ્ર મહારાજ, વૈક્રિયલબ્ધિથી એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ,જે અધ્યાપકશાળાએ પ્રભુને ભણવા બેસાડવા લઈ જવામાં આવ્યા હતા, અને જ્યાં માટે જન સુમદાય મળેલું હતું, તે સ્થળે જઈ બેઠા અને કેટલાક શાસ્ત્રના પ્રશ્નને પ્રથમ ઉપાધ્યાયને પુછયા. પરંતુ ઉપાધ્યાયથી તેને બરાબર જવાબ અપાયા નહીં. ત્યારે તે વૃદ્ધબ્રાહ્મણે ભગવંતને તેજ પ્રશ્નને પુછયા. તેના દૂત' ઉત્તર ભગવંતે આપ્યા. વ્યાકરણ ગણિ તાદિ વિષયેના ઘણા ગુઢ પ્ર ભગવંતને પુછવામાં આવ્યા, તેના પણ ઉત્તર ભગવંતે આપ્યા.તે વખતે ઉપાધ્યાય મનમાં વિચાર કરવા લાગ્યા કે મહારા મનના જે સંદેહ છે, તે તે હજુ સુધી કઈ પંડિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com