________________
૧૬૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૭
ભાગ્યા નથી અને આ બાળક રાજકુમારે ભાગ્યા મેતેા આશ્ચય જણાય છે.વળી તે વૃદ્ધ બ્રાહ્મણે ભગવંતને શબ્દોની ઉત્પતિ સંબધે, અને ૧ સ’જ્ઞાસૂત્ર, ૨ પરિભાષા સૂત્ર, ૩ વિધિસૂત્ર, ૪ નિયમ સૂત્ર, ૫ પ્રતિષેધ સૂત્ર, હું અધિકાર સૂત્ર, ૭ અતિદેશ સૂત્ર, ૮ અનુવાદ સૂત્ર, ૯ વભાષ સૂત્ર, ૧૦ નિપાત સૂત્ર; એ દશ સૂત્રના પૃથક પૃથક અથ' પુછ્યા; તેના પ્રભુએ ઉત્તર આપ્યા. તે વખતે ત્યાં જિનેન્દ્ર વ્યાકરણ પ્રગટ થયું. આ સવ જોઇ ઉપાધ્યાય ચમત્કાર પામ્યા, 'દ્રમહારાજે ઉપાધ્યાયને જણાવ્યુ કે તમે એમને બાળક સમજસા નહી'. એ તે ત્રણે જ્ઞાન સહિત, ત્રણ ભુવનના સ્વામી, સર્વજ્ઞ શ્રીમહાવીર દેવ છે. એ સાંભળી ઉપાધ્યાય શ્રીમહાવીર કુમારને પગે લાગ્યા, અને બે હાથ જોડી વિનય અને નમ્રતાથી પ્રભુને વિનતી કરી કહ્યું કે, “ અરે પ્રભુ ! તેમે માટા શ્રુતજ્ઞાની છે, હુતા અપૂર્ણ કલશના જેવા અધુરા છું. આપ મહારા ગુરૂ છે. ” પ્રભુએ પણ તેમને શાંત્વન આપ્યું. વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા ઈંદ્રના સમક્ષ તે અધ્યાપકને ઘણુંદાન આપી સંતેષ પમાડચેા. સ લેાક સમક્ષ જેવી રીતે વાજતે ગાજતે માંડખર પૂર્વક પ્રભુને ત્યાં લાવવામાં આવ્યા હતા, તેવી રીતે તેમને રાજમહેલમાં લઇ જવામાં આવ્યા. વૃદ્ધ બ્રાહ્મણ રૂપે આવેલ ઈંદ્ર મહારાજે પેાતાનુ સ્વરૂપ પ્રકટ કર્યું. સવલાકને એ પ્રભુ છે, એવું પ્રભુનું પ્રભુત્વ કહીને સ્વસ્થાનકે ગયા. આ ચમત્કારથી માતા પિતાને ઘણુંાજ હ અને આનદ થયા.
'
બાલકને કેટલા વષઁની ઉમ્મરે ભણવા સારૂ નિશાળે મુકવા એ એક અતિ મહત્વના પ્રશ્ન છે. પ્રાચીન કાળમાં છ વર્ષની ઉમર પુરી થયા પછી અને સાતમા વર્ષમાં નિશાળે મુકવાના નિયમ ઢાવા જોઇએ, એમ ભગવંતના આ પ્રસંગ ઉપરથી જણાઈ આવે છે; કેમકે તેમના સાતમા વર્ષમાં તેમને નિશાળે ભણવા મુકવાના વિચાર તેમના માતા પિતાના મનમાં ઉદ્ભવેલા જણાય છે.
તીથ કરી જન્મથીજ સસારમાં આસકિત રહીત વતે છે,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat