________________
૨૫ ભવ. ] પુગોત્તર વિમાનમાં ઉત્પન્ન થવું.
અહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા એમ સંજ્ઞાના ચાર ભેદ છે. બીજી ગતિના જીવની પેઠે દેવતાઓ પણ ચાર સંજ્ઞા વ ળા હોય છે.
ભુવનપતિથી ઈશાન દેવલેક સુધીના દેવેનું શરીર સાત હાથ પ્રમાણ હોય છે, ઉપરના દેવલોકના દેના શરીરનું મન ઉત્તરોત્તર ઓછું ઓછું હોય છે. છેવટથી અનુત્તર વિમાનના દેવનું શરીર એક હાથ પ્રમાણુવાળું છે.
દેવેમાં વ્યંતર દેવેનું આયુષ્ય એક પાપમનું હોય છે. ઉત્તરોત્તર આયુષ્ય સ્થિતિનું પ્રમાણ વધારે છે, વૈમાનિક દેવામાં સુધર્માદેવ ના દેવેનું આયુષ્ય બે સાગરે પમ પ્રાણ કાળનું છે. ઉપલા દેવલેકના દેશમાં અનુક્રમે આયુષ્ય સ્થિતિનું પ્રમાણ વધતાં વધતાં સર્વથી વધુ આયુષ્ય અનુત્તર વિમાનના દેવેનું તેત્રીસ સાબરેપમનું હોય છે.
દેવતાઓ અખંડ યૌવનવાળા, જરારહિત, નિરૂપમ સુખ વાળા તથા સર્વ અલંકારને ધારણ કરવાવાળા હેય છે.
પચીશમા નંદન મુનિના ભવનું આયુષ્ય પુરૂ કરી ઉપર જણવેલા પુખેતર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ શૈયામાં ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહુર્તમાં તે મહદ્ધિક દેવ થઈ ગયા. પછી પોતાની ઉપર રહેલા દેવદૂષ્ય વસ્ત્રને દૂર કરી શૈય્યામાં બેસીને જોયું તે અકસ્માત પ્રાપ્ત થએલ વિમાન, દેવસમૂહ, અને મેટી સમૃદ્ધિ જે તે વિસ્મય પામી ગયા અને વિચારમાં પડયા કે, આ બધુ કયા તપથી મને પ્રાપ્ત થયું છે? પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પોતાને પૂર્વભવ અને વ્રત યાદ આવ્યાં. અને મનમાં ચિંતવ્યું કે, અહ! જૈનધર્મને કે પ્રભાવ છે? એ વખતે એ વિમાનમાંના તેમના સેવક દેવતાઓ એકઠા થઈને તેમની પાસે આવ્યા. અને અંજલી જેવિ હર્ષથી પ્રણામ કરી વિનંતી કરવા લાગ્યા કે, હે સ્વામી ! હે જગતને આનંદકારી ! હે જગતનું ભદ્ર કરનાર ! તમે જય પામે, ચિરકાલ સુખી રહે, 12.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com