________________
૯૦.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૮ તમે અમારા સ્વામી છે, રક્ષક અને યશસ્વી છે. આ આપનું વિમાન છે. અમે તમારી આજ્ઞાકારી દેવતાઓ છીએ. આ સુંદર ઊપવને છે, આ સ્નાન કરવાની વાપિકાઓ છે, આ સિદ્ધાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે, અને આ સ્નાન ગૃહ છે. આપ સ્નાનગૃહમાં પધારે, અમે આપને અભિષેક કરીએ. આ પ્રમાણેની દેવતાઓની વિનંતી સ્વિકારી સ્નાનગૃહમાં તે દેવ પધાર્યા અને ત્યાં રહેલા ચરણ પીઠવાળા સિંહાસન પર બીરાજ્યા. દેવોએ દિવ્યજળથી અભિષેક કર્યો. ત્યાંથી પછી અલંકાર ગૃહમાં લઈ ગયા.
ત્યાં તેમણે બે દેવદુષ્ય વસ્ત્ર અંગરાગ અને મુગટ વિગેરે દિવ્ય આભુષણો ધારણ કર્યા. ત્યાંથી વ્યવસાયસભામાં પધાર્યા, ત્યાં પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામગ્રિ લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસને આઠ અહંતપ્રભુની પ્રતિમાઓને સ્નાન કર્યું. પછી અર્ચન, વંદન અને સ્તવના કરી; પછી પિતાની સુધર્મા સભામાં આવી સંગીત કરાવ્યું, અને પિતાના વિમાનમાં યથારૂચી ભેગ ભેગવવા લાગ્યા. દરમ્યાન અહંત ભગવંતના કલ્યાણકના સમયે મહાવિદેહાદિ ભૂમિમાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતને વંદન કરી તેમની ભક્તિ કરતા, એવી રીતે કાળ નિર્ગમન કરતા. | તીર્થકરના જીવ સિવાયના બીજા દેવ દેવભવના આયુષ્યના શેષ છ મહિના બાકી રહે છે ત્યારે મોહ પામી મહાવ્યથા પામે છે. દેવતા સબંધી ત્રાદ્ધિ જતી રહેશે, અને બીજી ગતિમાં આવા વૈભવ મળશે નહિ, તેથી ખેદ અને ગ્લાની પામે છે. તેમના કંઠની ફૂલની માળાઓ કરમાય છે, અને મુખની કાંતિ નિસ્તેજ થતી જાય છે. ત્યારે તીર્થકર થનાર દેવતાઓની પુણ્ય પ્રકૃતિને વિશેષ ઉદય થવાને હેવાથી બીલકુલ મોહ પામતા નથી. તેમની પુષ્પમાળાઓ કરમાતી નથી, પિતે સમક્તિવાન હોવાથી જીવ અને અજીવ એવા કર્મોનું સ્વરૂપ વિચારી સમભાવમાં વતે છે. એવી રીતે છવીસમા ભવનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું.
અહિં નયસારના જીવના જીવીશ ભવ પુરા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com