________________
૧૨૯
૨૭ ભવ. ] દીક્ષા વિચાર અને ત્રીશલાના દહલા. વર્તમાન ચોવીશીના બીજા તીર્થકરેની આચરણને પણ તેની સાથે વિચાર કરવા જેવો છે, પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવંતની મરૂદેવા માતાને ભગવંતના દીક્ષા લેવાના બનાવથી ઘણે ખેદ થએલે છે, ને તે એટલે સુધી કે તેના પરિણામે આંખનું તેજ જવાને પ્રસંગ પણ આવ્યું હતું. તેમના એ મોહ ગણિત પ્રેમની પ્રભુ એ દરકાર કરેલી જણાતી નથી. બાવીસમા તીર્થંકર ભગવંત નેમનાથે પણ માતા પિતા કે સંબંધી વર્ગની પરવાનગીની દરકાર કરેલી જણાતી નથી. ભગવંત પાર્શ્વનાથે માતા પિતાની હૈયાતીમાં બત્રીશ વર્ષની ઉમરે દિક્ષા અંગીકાર કરેલી છે, ને તે વખતે તેમના માતાપિતાને સંસારી રાગના લીધે ઘણે ખેદ થયલે હતે. તે જ માતાપિતાએ પાછળથી તેમની પાસે દીક્ષા અંગીકાર કરેલી જણાય છે. આ ઉપરથી એકાંત એમ નથી જણાતું કે સંસારિક મેહના લીધે માતાપિતા દીક્ષા લેવાની પરવાનગી ન આપે, તે તેથી દીક્ષા લેવીજ નહિ. - ત્રિશલા રાણ આહારદિક સામગ્રીમાં ઘણું વિવેથી વર્તતાં; ગર્ભને બહુ પિડા થાય તેવા પ્રકારને આહાર લેતા નહી કે ચેષ્ટા કરતા નહી, જેથી ગર્ભને સારી રીતે પોષણ મળે, ગર્ભનું હીત થાય તે પથ્ય તથા પુષ્ટિકારક ખોરાક લેતાં અને વર્તાતાં હતાં.
જ્યારે ઉત્તમ જીવ માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેને ઉત્તમ પ્રકારની અભિલાષા થાય છે, યાને દેહલા ઉપજે છે. તેજ નિયમાનુસાર ઉત્તમોત્તમ એવા ભગવંત માતાના ગર્ભમાં આવવાથી તેમની માતાને એવા દેહલા થવા લાગ્યા કે, હું અમારી પડત વગડાવું. જેટલા જેટલા હિંસાના, જીવ વધ થવાના વ્યાપાર છે તે બંધ કરાવું. દાન દઉં. જિનેશ્વર પ્રભુની પૂજા રચાવું. ગુરૂ વંદન કરી તેમની પૂજા કરૂં. જ્ઞાનનું પૂજન કરૂં. સઘળા પ્રકારથી સંઘનું વાત્સલ્ય કરૂં. સિંહાસન ઉપર બેસું. ઉત્તમ છત્ર માથે ધારણ કરાવું. ઉત્તમ સફેદ ચામર મારી આસપાસ વીંઝાવું. સઘળાઓ
17
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com