________________
૧૩૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧ર કોધ કરી વખતે શ્રાપ પણ આપે છે. વખતે ફોધાવેશમાં તેને મારે છે, વધ કરે છે, કે મારવાનું નિયાણું કરે છે.
જ્ઞાનવાન કુટુંબ પ્રતિપાલન વ્યવસાયમાં મુઝાઈ ન જતાં, તે પોતાનું સાધ્ય ઠેકાણે રાખે છે. તે વિચારે છે કે આ કુટબાદિ મહારા આત્માથી અન્ય છે. તે આત્મહિતના કાર્યોમાં વિના કર્તા છે; એટલું જ નહિ પણ સંસારમાં તમામ કુટંબ સ્વાઈનું સગું છે. આવા વિચારથી સંસારીક કાર્ય કરતાં છતાં પણ તે તેમાં લેપાતે નથી. સાહિત્યમાં એક ઠેકાણે કહ્યું છે કે –
સમકિત ધારી જીવડા, કરે કુટુંબ પ્રતિ પાલ
અંતરંગ ન્યારે રહે, જેમ ધાવ ખીલાવત બાલ. જેની માતા ગુજરી ગઈ છે, અથવા જેને ધાવણ આવતું નથી અથવા જે માતા પિતાનું સંદર્ય ટકાવી રાખવા પોતાના બાલકને પિતે સ્તનપાન કરાવતી નથી એવા બાલકના ઊછેરના માટે રાખવામાં આવેલી ધાવ માતાએ તે બાળકને બાહ્ય દેખાવમાં તેના ઊપર ઘણું હાવભાવ કરે છે, તેને લાડ લડાવે છે, તેને સુખમાં રાખવાને વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. તે પણ તે અંતરંગમાં સમજે છે કે આ બાલક મહારો નથી. દેવ દર્શન, પૂજન, દાન, શીલ, તપ, ભાવાદિ ધર્મસેવન, તીર્થયાત્રા, તથા દેશ અને સર્વ વિરતીને લાયકનાં સમ્યક અનુષ્ઠાન આરાધન પ્રસંગે જ્ઞાનવાન કેવલ આત્મવિશુદ્ધિ, આત્મહિત, અને કર્મનિજાના હેતુનીજ ભાવના રાખે છે, ત્યારે અજ્ઞાની લેકિક કે લોકોત્તર પુદ્ગલીક સુખની વાંચ્છા રાખે છે. કેવલ કર્મનિર્જરાના હેતુથી, કાંઈ પણ આશા શીવાય શુભભાવ અને ચઢતા પરિણામથી કેઈપણ જાતની સમ્યક્રિયાઅનુષ્ઠાનના સેવનથી, આત્મવિશુદ્ધિ રૂપ તાત્કાલીક લાભ થાય છે, એ જ્ઞાનીઓજ સમજી શકે છે.
પિતાના શુભ કૃત્ય અને સદગુણની પ્રશંસા જ્ઞાનીએ કદીપણ સ્વમુખે કરતા નથી. બીજાઓની પાસે કરાવવાની ઈચ્છા રાખતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com