________________
૨૭ લેવા ] ત્રીશલાનો વિષાદ,
૧૨૫ કે, આ ગર્ભથી જે પુત્રને જન્મ થશે તેનું ગુણે કરીને નિષ્પન્ન વર્ધમાન” નામ આપણે રાખવું.
ત્રિશલા દેવી ગર્ભનું પ્રતિપાલન સારી રીતે કરે છે દરમ્યાન ભગવંતને ગર્ભમાં વિચાર આપે કે મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાય તે સારૂ મહારે નિશ્ચલ, નિપદ અર્થાત કંઈ પણ હાલ્યા ચાલ્યા વિના રેહવું એવું વિચારી ગર્ભમાં સ્થિર રહેવા લાગ્યા.
શુભ ભાવથી કરેલું કૃત્ય પણ કેટલીક વખત અનિષ્ટ ફલને ઉત્પન્ન કરનારું થાય છે. એમ ભગવંત મહાવીરના ચરિત્રના અંગે આપણને કેટલાક બનાના અંગે જાણવા મળે છે. તે બનાવે માંને આ પણ એક પ્રસંગ છે. ભગવંત માત્ર ભક્તિભાવથી માતાને કઈ પણ પ્રકારની પીડા પોતાના નિમીત્તથી ન થાય, એવા વિશુદ્ધ ઉદ્દેશથી સ્થીર રહ્યા ત્યારે મેહના ઉદયથી ત્રિશલા દેવીના મનમાં એવા અશુભ વિચાર ઉત્પન્ન થયા કે મહારે ગર્ભ કે દેવાદિકે હરી લીધા છે અથવા મૃત્યુ પામે છે? અથવા ગલી ગયે છે? કે જેથી ગર્ભ પહેલાં કંપાયમાન થતું હતું, અને હવે તે બીલકુલ કંપતું નથી. આવી માન્યતાથી તેઓને ઘણો કલેશ થવા લાગે અને ખીન્નચિત્તથી દીવસ ગુજારવા લાગ્યા.મહા ઉત્તમ સ્વમના પ્રભાવના લીધે ઉત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ થવાની અભિલાષાના યેગે જે હર્ષમાં તેઓ દિવસ વ્યતિત કરતા હતા, તે પલટાઈ જઈ હર્ષના સ્થાને વિષાદ થવા લાગ્યો. તે પિતાને ભાગ્યહિન માની પોતે પિતાને અશુભ એલંભા દેવા લાગ્યા. હાથી, વૃષભ, આદિક સ્વપ્રથી સૂચિત થએલા ઉત્તમ, પવિત્ર, તથા ત્રણ જગતને પૂજનિક, ત્રણ ભુવનમાં જેની બરાબરી કેઈનાથી થઈ શકે નહી એવા અમૂલ્ય, પુત્રરૂપી રત્નવિના મહારે શાની જરૂર છે? આ સંસારને ધિકકાર છે, દાખથી પ્રાપ્ત થતા એવા વિષય સુખના કલેશને પણ ધિક્કાર છે. તેમાં મધથી લેપાએલ ની ધારાને ચાટવા સરખા આ સંસારિક ભેગેને પણ ધિક્કાર છે. મહષિઓએ આગમમાં વર્ણન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com