________________
૨૭ ભવ. ] દેવેની ગતિ.
૨૫ દેવનાઓને આ મનુષ્ય ભૂમિ (ત્રીછાલક) ઉર આવવું હોય છે, ત્યારે તેઓ પોતાના કુલ રૂપે ઘાભાગે આવતા નથી. કેઈ વખત ભગવંત ભક્તિ વિગેરે હેતુસર મુલરૂપે અને તે બનાવને આશ્ચર્યકારક (અછરાભૂત) માનવામાં આવે છે. હરણગમેલી દેવને આ પ્રદેશ ઉપર આવવાને સારું પોતાનું મુલરૂપ બદલી બીજુંરૂપ ધારણ કરવું પડે છે. જેને ઉત્તરકિય શરીર કહે છે. એ શરીર ધરાવૃત કરવાને વૈકિય સમુદ્રઘાત નામની ક્રિયા કરવી પડે છે. પિતાના મુલ શરીરમાંથી જીવના પ્રદેશ બહાર કાઢીને આ ઉત્તરકિયશરીર બનાવવા સારૂ વિશેષ પ્રકારે પ્રયત્ન કર પડે છે. તે માટે સંખ્યાત જન પ્રમાણ દંડાકાર શરીર બાહલ્ય ઉર્વ અધે વિસ્તાર વાળા જીવ પ્રદેશ કર્મ પુદ્ગલ સમૂહને શરીર થકી બહાર કાઢીને તેવડે ઊંચે દંડ કરે છે. આ ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરવા માટે ઉત્તમ પ્રકારના રત્નના જેવા સાર સાર પુદ્ગલ લેઈને તેને ઉપગ કરવામાં આવે છે. જેને વિશેષ કરીને સેલ જાતનાં હેય છે. તેનાં નામ ૧ કકેતન રત. ૨ વજ રત્ન. ૩ વૈદુર્યનીલ રત્ન. ૪ લેહિનાક્ષ રન ૫ મારગલ રન. ૬ હંશ ગર્ભ રત્ન. ૭ પુલકરત્ન. ૮ સૌગંધિકરત્ન. ૯ જાતિસાર રત્ન. ૧૦ ખંજન રત્ન ૧૧ અંજનપુલકરત્ન ૧૨ જાત રૂપ રત્ન. ૧૩ સુભગ રત્ન. ૧૪ અંક રત્ન. ૧૫ સ્ફટિક રત્ન. અને ૧૬ અરિષ્ટ રત્ન,
આ ઉત્તરક્રિય શરીરને લાયકની તે જાતિની વર્ગણામાંથી સાર સાર પુગલેજ ગ્રહણ કરવામાં આવે છે. દેવો મુલરૂપ દેવલોકમાં રાખીને ઉતરવૈક્રિય શરીરથી જ મનુષ્ય લોકમાં આવે છે.
દેવલેકમાંથી આ મનુષ્ય લેકમાં દેવે કઈ ગતિએ આવે તે કેટલે કાલ લાગે, તેને ખ્યાલ આવવાને તે ગતિના નાના નામાદિક જાણવાની પણ જરૂર છે.
ચાલવાને માટે ચાર પ્રકારની ગતિ બતાવેલી છે. ૧ ચંડાગતિ. ૨ ચપગતિ. ૩ જયણાગતિ. અને ૪ ગાગતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com