________________
૨૭ ભવ. ] કર્મના ભેદ
૧૦૭ કંઈ પણ સંબંધ નથી, એવા મુક્તામાં પણ પ્રથમ સંસારી હતા. તેઓએ આત્મસત્તાની પિછાન કરી, કર્મોથી રહિત થવાના ઉપાયને ઉપગ કરી સર્વથા કર્મોથી રહિત થઈ શાશ્વતસ્થાન મેળવી શક્યા છે. તેઓ હવે પિતાના આત્મસ્વરૂપમાં જ રમણુતા કરી અનંત અવ્યાબાધ સુખને અનુભવ કરે છે; જે સ્થિતિ અનંતા તીર્થકર અને કેવળ જ્ઞાનીઓએ પ્રાપ્ત કરી છે. ભગવંત મહાવીરના જીવે પણ છેવટના ભવનું આયુષ્ય પૂર્ણ કરી એ સ્થીતિ પ્રાપ્ત કરી છે. આપણે તેને પણ એ પ્રાપ્ત કરવાની ભાવના હોવી જોઈએ. ભગવંત મહાવીરાદિ તીર્થકર તથા કેવળજ્ઞાનીઓએ કેવી રીતે કર્મોને પરાભવ વિવિધ રીતે કરે છે, તે રીતી આપણે જાણીએ તો જ તે શરતે જઈ શકીએ; તેથી કર્મ, કર્મબંધના કારણે અને તેને દુર કરવાના ઉપાય જાણવા જોઈએ.
આપણે બધા બીજા પ્રકારના સંસારી જીવની કેટીમાં આવી શકીએ.
તમામ જેનું મુલ સત્તાએ શુદ્ધ સ્વરૂપ એક જ પ્રકારનું છે છતાં પ્રત્યેક જીવના અંગે જે ભિન્નતા માલમ પડે છે, એ ભિન્નતાના હેતુનેજ કર્મ કહે છે. તે કર્મોનું બંધારણ જુદા જુદા પ્રકારનું છે. એ જુદા જુદા પ્રકારના કર્મોને જ્ઞાનીઓએ મુખ્ય આઠ અને તેના ઉત્તર એકસોને અઠ્ઠાવન ભેદમાં સમાવેશ કરેલ છે.
મુખ્ય આઠ ભેદ
૧ જ્ઞાનાવરણીય કર્મ, ૨ દર્શનાવરણીય કર્મ, ૩ વેદની કર્મ, ૪ મોહની કર્મ, ૫ આયુષ્ય કર્મ, ૬ નામ કર્મ. છત્ર કર્મ, અને આઠમું અંતરાય કમ. આ આઠ પ્રકારના કર્મના ઉત્તર ભેદ એકને અઠ્ઠાવન છે. તે આ પ્રમાણે–
૫ જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદ ૯ દર્શનાવરણય કર્મના નવ ભેદ. ૨ વેદનીય કમના બે ભેદ ૨૮ મેહનીય કર્મના અઠાવીશ. ભેદ ૪ આયુષ્ય કર્મના ચાર ભેદ ૧૦૩ નામ કર્મના એકસે ત્રણ ભેદ ૨ ગાત્ર કર્મના બે ભેદ અને ૫ અંતરાય કર્મના પાંચ ભેદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com