________________
૨૭ ભવ. ] કર્મસત્તા.
૧૧૫ જ્યારે ભવી જીવને મુક્તિ જવાને અપાઈપુલપરાવર્તનકાલ બાકી રહે છે, ત્યારે તેને ભેદજ્ઞાન કરાવનાર અમૂલ્ય સમકિત ગુણની પ્રાપ્તિ થાય છે. એ સમકિત પ્રાપ્ત થયા પછી જીવને પિતાના સ્વરૂપનું જ્ઞાન થતું જાય છે, અને વીરતી ગુણમાં વધતું જાય છે, તેમ તેમ તેના ઉપરની કર્મસત્તા ઘટતી જાય છે, અને જીવ સત્તા વધતી જાય છે. તેની જ્ઞાનદશા તીવ્ર થાય છે, અને પિતાના સ્વરૂપને વિશેષ પ્રકારે ઓળખતે જાય છે. જેમ જેમ તે પોતાના સ્વરૂપને ઓળખતે જાય છે તેમ તેમ અંતરંગ કર્મસત્તાનું જે સામ્રાજ્ય ચાલતું હતું તે સત્તાને તેડવાને તે સમ્યક રીતે પુરૂષાર્થ ફેરવતે જાય છે અને પરિણામે ચાર પ્રકારના ઘાતિ કમને નાશ કરી કેવળજ્ઞાનાદિ આત્મલક્ષમી પ્રાપ્ત કરે છે. તે પછી તે ચાર પગાહી કર્મને નાશ કરી અંતે સર્વથા કર્મ થી મુકાઈ અનંત, શાશ્વતા, સુખમયી સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરે છે.
આ શુભાશુભકર્મ સત્તાને અનુભવ ભગવંત મહાવીરના જીવે નયસારના પેહલા ભવથી તે છેવટના આ સત્તાવીશમાં ભવના અંત સુધી કેવી રીતે કરે છે, તે આ ચરિત્રના અભ્યાસથી આ૫ ણને જણાઈ આવશે.
આ કર્મના નિયમમાં કેઈ પણ જીવને પક્ષપાત નથી. સર્વને એક સરખા લાગુ છે. આ કર્મસત્તામાંથી છોડાવવાને કઈ પણ સમર્થ નથી, પણ જીવ પતેજ તથા પ્રકારના શુભ ઉદ્યોગ અને સમ્યક ચારિત્રના સેવનથી જ પિતાની ઉન્નતિ કરવાને શક્તિ વાન બને છે, એમ પણ ભગવંતના ચરિત્ર અને તેમના ઉપદેશથી જણાઈ આવે છે.
ભગવંતના જીવને આ છેવટના ભાવમાં શરૂવાતમાંજ કર્મ સત્તાએ પિતાને અમલ બતા; દેવાનંદાના ગર્ભમાં પ્રભુને ખ્યાશી દિવસ રહેવું પડયું આ ઉપરથી કર્મસત્તાની, જીવ પરાધિન છે એમ ખાત્રી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com