________________
૧૧૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ પિતાની સત્તા કંઈ કામની નથી. અશુભ કર્મબંધનના અશુભ વિપાક ઉદયમાં આવી છનને પોતાના કટુકવિ પાકના ફળ ચખાડે એટલે તેને દુઃખ આપે તે વખતે સંતાપ કરવાથી કાંઈજ ફાયદે નથી. ઉલટ નવીન કર્મ બંધાઈ જીવ પરતંત્રજ રહયા કરે છે.
સમય સમય જીવ જુના કર્મ ભેગવી ખમાવી દે, અને નવીન કર્મ બંધ કરતે રહે તે જીવની મુકિત કેઈ પણ કાલે થાય નહિ; પરંતુ તેમ નથી. કર્મથી મુક્ત થવાના પણ ઉપાય છે. કમંથી મુકત થવાના જે ઉપાય જ્ઞાનીઓએ જોયા છે, અને અમલમાં મુક્યા છે, તે જાણવાથી તેને ખુલાસો આપોઆપ થઈ જાય છે.
જેમ જેમ જીવ અજ્ઞાન અને દુર્ગાને છે જ્ઞાનાભ્યાસ પૂર્વક સગુણામાં આગળ વધતું જાય છે, તેમ તેમ કર્મ બંધનના કારણેને તે અટકાવતો જાય છે. જીવ કેવી રીતે ગુગમાં આગળ વધતે વધતે છેવટ મુક્તિને પ્રાપ્ત કરે છે, તે સબંધે ચૌદ પ્રકારના ગુણસ્થાન તથા અગીયાર પ્રકારની ગુણશ્રેણી બતાવેલી છે, તેના ઉત્તરોત્તર આદર પૂર્વક સેવનથી કર્મ બંધનના કારણેને જીવ અટકાવતે જાય છે, અને આત્માના સ્વભાવિક ગુણને પ્રગટ કરતે જાય છે.
નવીન કમબંધ કરવાના સંબંધમાં સંવરનામનું તત્વ છે. તેના સત્તાવન ભેદ છે. તેનું સ્વરૂપ સમજી તેને આદર કરવાથી નવીન કમશ્રવને રોધ થાય છે.
જુના પુરાણા કર્મ ખપાવવાને નિજેશ નામનું તત્વ છે. તેના મુખ્ય બાર ભેદ છે. તેનું સ્વરૂપ સમજી યથાશક્તિ આસક્તિ રહિત તેનું સેવન કરવાથી જુના કર્મ આત્મ પ્રદેશથી નિર્જરી જાય છે. જેથી તે કર્મના ફળવિ પાક ભેગવવાથી જીવ બચી જાય છે.
ઉપર જણાવેલા કર્મો અનાદિકાળથી જીવને લાગે છે, જે પ્રવાહરૂપે જીવની સાથે રહે છે, અને જીવન ઉપર પિતાની સત્તા ચલાવે છે. જીવ પણ તેની સત્તાના દાબમાં પિતાનું યથાર્થ સ્વરૂપ ભુલી જાય છે, અને અજ્ઞાનવશે નાટકના પાત્રની પેઠે જુદા જુદા વેશ ભજવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com