________________
૨૭ ભવ. )
ગર્ભ પલટન. ત્યાં સર્વ પરિવારને અવસ્થાપિની નિદ્રા આપીને અશુભ પુદગલ બાહર કાઢીને શુભપુરૂગલ પ્રક્ષેપીને ભગવાનને પીડા રહિત ત્રિશલા રાણીના ગર્ભમાં મુક્યા અને ત્રિસલાના ગર્ભમાં પુત્રી હતી તેને ત્યાંથી લેઈ દેવાનંદાની કુખમાં ગર્ભ પણે મૂકી, અને જે દિશાથી તે આવ્યા હતા તે દીશાએ પાછા જ્યાં સૌધર્મદેવલેકમાં સાધમાં વતંક નામે વિમાન છે તથા સક સિહાસન છે અને જ્યાં સકેંદ્ર છે ત્યાં આવીને તેમની જાજ્ઞાને અમલ કર્યાની હકીકત નિવેદન કરી,
ગર્ભ પલટનના વખતે પહેલાં ભગવંત પિતાના જ્ઞાનથી જાણતા હતા કે મને અહિથી લઈને ત્રિશલાદેવીના ગર્ભમાં મુકવાના છે. ત્યાં મુક્યા પછી પણ જાણ્યું કે મને દેવાનંદા માતાના ગર્ભ માંથી લઈને અહિ મુકવામાં આવ્યો છે. લેઈ જતી વખતે દૈવ શીઘ્રગતિએ લઈ જઈ ત્યાં કે એ કાર્ય એટલી બધી ત્વરાથી દેવ કરે છે કે તે વખતે જાણ્યું પણ ન જાણ્યા સરખું છે. આ ગર્ભ પલટનની ક્રિયાથી ભગવંતને કિંચિત્ માત્રપણ બાલાપિડા થઈ નહતી.
આ દેવગતિમાંથી ચવન અને ગર્ભ પલટન પ્રકરણના અંગે કેટલીક વાતે વિચારણીય છે. '
પ્રથમ તે દેવાનંદાના ગર્ભમાં પ્રભુને ઉત્પન્ન થવું. કદાપી કે પણ કાલે તીર્થંકરાદિ સલાકાપુરૂશ ઉત્તમ કુલ શીવાય ભિક્ષુકાદિ કુલમાં જન્મ લેતા નથી. ભગવંતે ગેત્રમદના કારણથી નિચ ગેત્રને નિકાચિત બંધ કરે તે કર્મ ભેગવાઈ જતાં શેષ કાંઈ કર્મ દલીકને અંશઆત્મ પ્રદેશ સાથે રહેલે. તે વિપાકેદયથી ભગવ્યા સિવાય છુટા પડવાનાં નહી, તે શેષ રહેલાં કર્મોએ ભાગવંતના સત્તાવીશમા ભવની શરૂવાતમાં જ પોતાનું પ્રાબલ્ય દેખાડયું. આ ઉપરથી શું દેખાય છે! તે થંકરના જીવ જેવા સમર્થ પુરૂષ જેઓએ પચીશમા ભવમાં તપાદિ ચારિત્રારાધન મહા ઉગ્રકેટનું કર્યું હતું, છતાં પણ મલીન અને ચીકણું કર્મ આત્મ પ્રદેશથી
18
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com