________________
98'
૨૫ ભવ. ) નંદન મુનિનું શુદ્ધ ચારિત્ર. ત્રણ જાતિના શલ્ય (માયા, નિદાન, મિથ્યાદર્શન) થી વર્જિત હતા. ત્રણ ગુપ્તિને હમેશ ધારણ કરતા હતા. ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા. ચાર સંજ્ઞા તથા ચાર પ્રકારની વિકથાથી રહિત હતા. ચાર પ્રકારના ધર્મારાધનમાં સદા કટીબંધ હતા ચાર પ્રકારના ઉપસર્ગોને જીતી આત્મ ધર્મ પ્રગટ કરવાને તેમને ઉદ્યમ અઅ. લિત હતો. પંચ મહાવ્રતે ના પાલનમાં સદા ઉગી હતા. પંચવિધ કામના સદા વેષી હતા અને પંચ ઇંદ્રિયના વિષયેને તેમણે જીતી લીધા હતા. પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આશકત હતા. પાંચ પ્રકારની સમિતિ ને ધારણ કરતા હતા. છ કાય જીવના રક્ષણમાં સદા ઉપગવંત હતા. સ ત પ્રકારના ભયથી મુક્ત અને આઠ પ્રકારના મદથી રહિત હતા. નવવિધ બ્રહ્મચર્યનું શુદ્ધ રીતે પાલન કરતા હતા. દશ પ્રકારના યતિ ધમરાધનમાં સદા ઉદ્યોગી હતા. સમ્યક્ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા બાર પ્રકારના તપનું સેવન કરતા. બાર પ્રકારની યતિ પ્રતિમા ને વહન કરવાની રૂચીવાળા હતા. દુહ એવા પરિસોને સહન કરતા અને લગાર પણ કાયરપણું બતાવતા નહિ. તેઓ સદા નિસ્પૃહ કહેતા. કઈ પણ પ્રકારની સ્પૃહા રાખતા ન હતા.
એ પ્રમાણે મહા તપસ્વી નંદન મુનિએ એક લાખ વર્ષ શુદ્ધ રીતે ચારિત્ર પાળ્યું, ક્ષમા સહિત ૧૧૮૦૪૫ માપવાસ કર્યા, અને શ્રી અજિત ભકિત વિગેરે વિશ સ્થાનક પદના આરા. ધનથી સર્વોત્તમ મહા પજનિક તીર્થકરુ નામકર્મ નિકાચીન ઉપાર્જન કર્યું.
મુનિશ્રી નંદન રૂષિ એ મૂળથી જ નિષ્કલંક ચારિત્ર ધર્મનું આરાધન કરેલું હતું, તે પણ આયુષ્યના અંતે શુદ્ધ ભાવપૂર્વક સરળ હૃદયથી ૧ દુષ્કર્મની ગહણ, ૨ પ્રાણીઓની ક્ષામણું, ૩ ભાવ ,૪ ચતુસરણ, ૫ નમસ્કાર, અને ૬ અનશન એ છ પ્રકારથી આ પ્રમાણે આરાધના કરી.
કાલ અને વિનય વિગેરે જે આઠ પ્રકારના જ્ઞાનાચાર કહેલા 10.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com