________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૭ તપના માહ્ય અને અભ્યંતર એવા બે ભેદ છે. તે પ્રત્યેકના છ છ પેટા ભેદ છે. ૧ અનશન એટલે ચાર પ્રકારના આહારને ત્યાગ, ૨ ઉનાદરી, ૩ વૃતિસંક્ષેપ ૪ રસ ત્યાગ, ૫ કાય કલેશ; અને ૬ સલીનતા એ છ પ્રકારથી માહય તપ થાય છે.
૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વૈયાનૃત્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન, અને હું કાયાત્સગ એ છ પ્રકારના અભ્યંતર તપ છે,
જે તપ કરવાથી દુર્ધ્યાન ન થાય, મન, વચન, અને કાય ચેાગની હાની ન થાય તથા ઇંદ્રિએ ક્ષીણુ ન થાય એવી રીતે તપ કરવાના છે. તેમજ આ લેાકના સુખ સ ́પત્તિ અને કીર્તિની ઇચ્છા રહિત, નવ પ્રકારના નિયાણુારહિત અને સમતાપૂર્વક કરવાથીજ આત્માને લાભ થાય છે.
૧૬ સુપાત્રદાન પદ—સંસાર સમુદ્ર તરવાને વહાન સમાન ચાર પ્રકારના ધર્મમાં દાનને પ્રથમ ગણેલ છે. તેના મુખ્ય પાંચ ભેદ છે. ૧ અભય, ૨ સુપાત્ર, ૩ અનુકંપા, ૪ ઊચિત અને ૫ કીર્તિદાન એવા તેના નામ છે. તેમાં પહેલા એ પ્રકારના દાન પરંપરા માક્ષ ફુલને આપનાર છે. અનુ ક પાદાનથી સુખ પામે, ઊંચીત દાનથી પ્રશંસા પામે, અને કીતિ દાનથી સર્વત્ર મેટાઇ પામે છે.
૧૭ શ્રી સમાધિ પદ્મ—ચતુવિ`ધ શ્રીસંઘ - સાધુ–સાધવી, શ્રાવક્ર અને શ્રાવિકાને દ્રવ્ય અને ભાવ બન્ને રીતે સમાધિ ઉપજાવવાને માટે યથાશક્તિ ઉદ્યમ કરવાથી આ પદનું આરાધન થઇ શકે છે. તેમજ પેાતાના આત્માને ગમે તેવા અસમાધિના કારણ મળે તેવા સોગેડમાં સમભાવ ધારણ કરી સમાધીમાં રાખવા પ્રયત્ન કરવા એ પણ આત્મહિતકર્તા છે.
૧૮ શ્રી અભિનવ જ્ઞાનપદ—આ પદને અપૂર્વ શ્રુતગ્રાહિ પણ કહે છે. આ પઢારાધનને ઉદ્દેશ એવા છે કે આગમ, અંગ ઉપાંગાદિના સુત્રા સહિત હંમેશાં નિવૃત નિવન અભ્યાસ કરવે! તેથી તાતત્વનું સુક્ષમજ્ઞાન અને મેધ થાય છે. સુક્ષમબેાધથી તત્ત્વ પ્રતિતી થાય, તેથી સમકિત નિળ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com