________________
૨૫ ભવ. 3 વાસુદેવપણને અભિષેક.
૩ શ્રી પ્રવચનપદ-પ્રવચન શબ્દ જનાજ્ઞાપાલક ચતુર્વિધસંઘ, જૈનદર્શન, દ્વાદશાંગી ઇત્યાદિ અર્થને જવનાર છે.
સમાન ધર્મવાળા સાધર્મિક કહેવાય છે. તેમાં પ્રવચન અને - લિંગ એ બનેવડે સાધુ, સાધવી તથા કેવળ પ્રવચનવડે શ્રાવક શ્રાવિકા સાધર્મિક કહેવાય છે. તેમાં સાધુ સાધવીએ આચાર્ય, પ્લાન, પ્રાધુર્ણિક (પ્રાણમુનિ) તપસ્વી, બાલ વૃદ્ધ, વદીક્ષિત શિષ્ય વિગેરેનું વિશેષ રીતે વાત્સલ કરવું, તેમજ પુણાલંબનાદિ અપેક્ષાએ શ્રાવક શ્રાવિકાનું પણ સર્વ શકિતવડે દ્રવ્યભાવ બને પ્રકારનું વાત્સલ્ય તેમના ઉપર ઉપકાર કરી કરવું. ઈત્યાદિ રીતે એ પદનું આરાધન થઈ શકે છે.
૪ શ્રી આચાર્ય પદ–આચાર્યના છત્રીશ ગુણેએ યુક્ત, પંપાચારનું પાલન કરનાર અને અન્યમુનિઓ પાસે પાલન કરાવનાર શુદ્ધ જિનેક્ત દયામયિ સત્ય ધર્મને ઉપદેશ કરનાર, નિરંતર અપ્રમત દશામાં વર્તવાના ખપી,ધર્મદેવાનાદિ શુભ ધ્યાનના ધ્યાતા, ગચ્છના મુનિઓને ચાર પ્રકરાની શિક્ષા આપનાર ઈત્યાદિ ગુણેએ યુક્ત એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે.
૫ શ્રી સ્થવિર પદ–દુર વ્યવસ્થિત જનેને સનમાર્ગમાં સ્થાપે તે સ્થવિર કહેવાય છે. માતા પિતાદિ આપવર્ગ લેકિક સ્થાવિર કહેવાય છે, તેમને દરરોજ નમસ્કાર કરાવાથી તીર્થ યાત્રાનું ફળ થાય છે. પંચ મહાવ્રતના ધરનાર મુનિ મહારાજ લેકેતર સ્થાવિર કહેવાય છે. તેમની ભકિત, બહુમાન, અને પર્યું પાસના કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે,
૬ શ્રી ઉપાધ્યાયપદ-નિર્મળ જિનાગમન બેધ સહિત ચારિત્ર પાલવામાં સદાય સાવધાન રહી, કેવળ ઉપકાર દષ્ટિથી સાધુ સમુદાયને સુત્રાર્થનું દાન આપનાર, પથ્થર જેવા જડબુદ્ધિવાળા શિષ્યને પણ વિનીત બનાવવાની શકિત ધરાવનાર, તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com