Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮
ગાથા : ૧૧
છઠ્ઠો કર્મગ્રંથ ઉપરોક્ત ૧૩ ભાંગામાંથી પોતાના મતે આઠમા અને બારમા ભાંગા વિના ૧૧ ભાંગા સંભવે છે અને ક્ષેપક તથા ક્ષીણમોહને નિદ્રાનો ઉદય માનનારાના મતે ૧૩ ભાંગા ઘટે છે. તે ૧૩ ભાંગામાં પણ પહેલો ભાંગો એક જ પ્રકારનો છે. બીજો ભાંગો જે પાંચના ઉદયવાળો છે તેમાં નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રચલા-પ્રચલાપ્રચલા અને થીણદ્ધિનો ઉદય વારાફરતી બદલતાં પાંચ પ્રકારે થાય છે. ત્રીજો ભાંગો એક જ પ્રકારે છે. ચોથો ભાંગો પાંચે નિદ્રાનો ઉદય વારાફરતી સંભવતો હોવાથી પાંચ પ્રકારે થાય છે. પરંતુ ૬ના બંધે આ પાંચ પ્રકારો ૩-૪-૫-૬ ગુણસ્થાનકે જ ઘટે છે. સાતમે અને આઠમાના પહેલા ભાગે થીણદ્વિત્રિકનો ઉદય ન હોવાથી નિદ્રા અને પ્રચલાના વારાફરતી ઉદયવાળા બે જ પ્રકાર સંભવે છે. ત્યારબાદ ૫-૭-૯-૧૧ અને ૧૩મા નંબરવાળા ભાંગા નિદ્રાના ઉદયવાળા ન હોવાથી એક જ પ્રકારના છે. પરંતુ ૬-૮-૧૦-૧૨ નંબરવાળા જે ભાંગા છે તે બે પ્રકારની નિદ્રાવાળા હોવાથી બે બે પ્રકારે થાય છે. આ પ્રમાણે ૧૧ ભાંગાના ૨૧ પ્રકારો અને ૧૩ ભાંગાના ૨૫ પ્રકારો થાય છે.
આ પ્રમાણે દર્શનાવરણીય કર્મ સમજાવ્યું. હવે તેની પછી ક્રમ પ્રમાણે જો કે વેદનીયકર્મ અને મોહનીયકર્મને કહેવાનો અવસર આવે છે. પરંતુ ગોત્રકર્મ તથા આયુષ્યકર્મમાં અલ્પ વક્તવ્ય હોવાથી અને મોહનીયકર્મમાં વધારે વક્તવ્ય હોવાથી પ્રથમ વેદનીય - આયુષ્ય - ગોત્ર કર્મ કહીને ત્યારબાદ મોહનીયકર્મ કહીશું અને મોહનીય કર્મ કહ્યા પછી અતિઘણું વક્તવ્ય હોવાથી નામકર્મ કહીશું. | ૧૦ | गोअंमि सत्तभंगा, अट्ठ य भंगा हवंति वेअणिए । पण नव नव पण भंगा, आउचउक्के वि कमसो उ ।। ११ ।। गोत्रे सप्तभङ्गा, अष्टौ च भङ्गा भवन्ति वेदनीये । पञ्च नव नव पञ्च भङ्गाः, आयुश्चतुष्केऽपि क्रमशस्तु ॥ ११ ॥
ગાથાર્થ - ગોત્ર કર્મમાં સાત ભાંગા થાય છે. વેદનીયકર્મમાં આઠ ભાંગા થાય છે અને આયુષ્યકર્મમાં અનુક્રમે પાંચ-નવ-નવ અને પાંચ ભાંગા થાય છે. // ૧૧ /
વિવેચન - આ ગાથા મૂલ “સપ્તતિકાની એટલે કે છઠ્ઠા કર્મગ્રંથની નથી, પાછળથી ઉપયોગી હોવાથી પ્રષિત કરાયેલી છે. કારણ કે ચૂર્ણિમાં તથા મલયગિરિજી મ. કૃત ટીકામાં આ ગાથા નથી.
ગોત્રકર્મમાં સંવેધભાંગા સાત થાય છે. ત્યાં ઉચ્ચગોત્ર અને નીચગોત્ર બંધમાં અને ઉદયમાં પ્રતિપક્ષી (પરસ્પર વિરોધી) હોવાથી ગમે ત્યારે પણ એક જ ગોત્ર બંધાય છે અને એક જ ગોત્ર ઉદયમાં આવે છે. પરંતુ એકી સાથે બન્ને બંધમાં કે ઉદયમાં આવતાં નથી. પરંતુ પૂર્વાપરકાલે બાંધેલાં બન્ને ગોત્રકર્મો આત્માની પાસે સત્તામાં (સ્ટોકમાં) હોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org