________________
[ શકુંતલાને ચિરંજીવ માને છે. પરંતુ આ તથ્યને પુરાણકારો (પુરાણી) વજુદવાળું ગણતા નથી તેઓ ભરતખંડને સંબંધ દુષ્યત અને શકુંતલાના પુત્ર ભારત સાથે બિલકુલ જોડતા નથી બલકે વાયુપુરાણમાં ષમપુત્ર ભારતના નામને પુષ્ટ મળે તે તર્ક વાંચવા મળે છે
શ્રીમદ્ ભાગવતના પંચમ સર્ગના ૪૬ માં અધ્યાયમાં જમનાથનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ને તેમાં તેમની પ્રતિભા તથા તેજસ્વી વ્યક્તિત્વનું સંતર્પક આલેખન થયું છે.
જૈનધર્મ પ્રાગઐતિહાસિક અને પ્રાદિક ધર્મ છે. સિંધુ નદીની ખીણમાંથી પ્રાપ્ત કરેલ ગમૂર્તિ તથા ઋગવેદની કેટલીક અચાએ તેની ઐતિહાસિકતાનાં બહિસક્ય છે. ઋગવેદની એ ઋચાઓમાં ષમદેવ તથા અરિષ્ટનેમિ નામના મહાન અને સાધુ પ્રકૃતિના મહાપુરુષને ઉલેખ થયેલ છે. ભાગવત તથા વિષ્ણુપુરાણમાં જૈન તીર્થંકર પમદેવની કથાનું વર્ણન આવે છે તે પણ તેની પ્રાચીનતા જ દર્શાવે છે*
જૈનધર્મ બૌદ્ધ ધર્મ કરતાં પ્રાચીનતર છે એ સત્યને ભાગ્યે જ કોઈ અસ્વીકાર કરે છે. તેની પ્રાચીનતા વૈદિક ધર્મની
* વાયુ પુરાણ- ૩૩, ૫૨.
૪ ભારતીય સાહિત્ય ઔર સંસ્કૃતિ પૃ. ૧૯૯-૨૦૦ ડે. વિશુદાનંદ પાઠક અને ડો. શંકર મિશ્રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org