________________
[૧૪૧] થવાના છે તેમ જાણવા છતાં તેનાથી મુક્તિ ન મેળવી શકે તે કાર્યને વ્યસન કહેવાય છે. જૈનધર્મમાં સપ્તવ્યસનની ચર્ચા કરવામાં આવી છે જે નિતાંતરૂપે ત્યય, નરકગામી ગણવામાં આવે છે.
૧ જુગાર રમવું, ૨ માંસ ભક્ષણ, ૩ મદ્યપાન, ૪ વેશ્યા ગમન, ૫ શિકાર કરે, ૬ ચોરી કરવી, ૭ પરસ્ત્રી સેવન.
૧ જુગાર રમવું
જુગાર એ જૈન માટે જ નહિ કેઈપણ વ્યક્તિ માટે નિષેધ છે. એવી કોઈપણ રમત કે જેમાં હારજીત હોય તે જુગાર છે. પાટ, ગંજીપતા વગેરેનો સમાવેશ તેમાં થાય છે. અને જુગાર ને પ્રથમ સ્થાન એટલા માટે આપવામાં આવ્યું છે કે તે સપ્ત વ્યસનનું મૂળ છે જે લેકે મહેનત વગર ધનનો તૃષ્ણા રાખે છે તેઓ જુગાર રમે છે. જુગારી વ્યકિત નીચ-ઊચ્ચને ખ્યાલ રાખ્યા વગર રાજ્યના ભયથી છુપી રીતે ઘરમાંથી ચોરી કરીને પણ પૈસાના લેભમાં જુગાર રમે છે. અને હારી ગયા પછી ઝઘડો કરે છે, દુઃખી થાય છે, આત્મહત્યા કરે છે અને એક જુગારનાં જ દુષ્પરિણામે મહાભારત જેવા યુદ્ધ ને નેતરવામાં આવ્યું હતુ તે આપણે સહુ જાણીએ છીએ. જુગારી પકડાઈ ગયા પછી ગુનેગાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org