________________
[ ૧૭૪] શ્રદ્ધાયુકત રૂપથી જોવાની ભાવના કે દષ્ટિ તે સમ્યગ્દર્શન છે સમ્યગ્દર્શનના ઉદયથી મિથ્યાત્વ ભાવ દુર થાય છે અને મોક્ષમાર્ગના સાધનરૂપ સત્યના સ્વરૂપના દર્શન થાય છે સમ્યગ્દર્શનને પ્રાપ્ત જીવ સમ્યગ્દર્શન કહેવાય છે અને આવા સમ્યક દષ્ટિ છે તો પ્રત્યે શ્રદ્ધા રાખે છે તે ભય, આશા, નેહ કોઈ પણ સંજોગોમાં સાચા દેવશાસગુરૂ પ્રત્યે શંકા રાખતું નથી અને તે જીવ સંવેગ, નિર્વેગ, નિંદા, ઉપશપ, ભક્તિ, અનુકંપા, વાત્સલ્ય જેવા ગુણોથી યુક્ત હોય છે અને તે હંમેશા ઉત્તમ ગુણોને ગ્રાહક હોય છે. દેવ શાસ્ત્ર અને ગુરૂને વિનય કરે છે. શાસ્ત્રોમાં એટલા માટે જ કહ્યું છે કે તે મેક્ષ તરફ પ્રયાણ કરવાને પ્રથમ માર્ગ છે સમ્યગ્દર્શન યુક્ત સમ્યક્ દષ્ટિ જીવને સ્વયંભૂ રીતે સમસ્ત સુખ પ્રાપ્ત થાય છે અને તે નિશ્ચિતરૂપે મોક્ષરૂપી લક્ષ્મીને વરે છે આચાર્યોએ કહ્યું છે કે સમ્યગ્દર્શન અતુલસુખ નિધાન છે સમસ્ત કલ્યાણેને બીજ છે અને સંસારસાગરને પાર કરાવવા માટે જહાજ સમાન છે. સમ્યક્દષ્ટિ જીવ માટે સંસારની કઈ વસ્તુ અલભ્ય હોતી નથી.
ઉપરની ચર્ચાના સારરૂપે એમ કહી શકાય કે હિંસાદિ રહિત ધર્મ, અઢાર દોષ રહિત દેવ, અને ગુરુમાં શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે અને તે ત્રણેયની આઠ અંગ સહિત ત્રણ મૂઢતા અને આઠ મદરહિત થઈને તેની શ્રદ્ધા કરે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org