________________
[૧૭૫] જે નવત ઉપર શ્રદ્ધા રાખે છે અને તિર્થંકરો દ્વારા ઉપદેષિત આગમનું અધ્યયન કરે છે અને નિરંતર ભેદ વિજ્ઞાનની દષ્ટિ કેળવીને આત્માને ચિદાનંદસ્વરૂપે રાગદ્વેષથી મુક્ત મેક્ષગામી તત્વરૂપે ચિંતવે છે તેને સમ્યગ્દર્શન હોય
આ સમ્યગ્દર્શન કર્મોના ક્ષયથી નિસર્ગરૂપે અને વાંચનાદિ વાંચન, શ્રવણથી પણ પ્રાપ્ત કરી શકાય છે. તાત્પર્ય કે સમ્યગ્દર્શન તે સત્યને ઓળખવાની એક ચાવી છે અને અહિંયા જ ફરીથી જૈનધર્મની વૈજ્ઞાનિક્તા સ્પષ્ટ થાય છે કે કઈ પણ વસ્તુને પહેલા તેના સત્ય સ્વરૂપે ઓળખે, સમજે પછી જ શ્રદ્ધા કરે અહીંયા અંધશ્રદ્ધા કે અતિશ્રદ્ધાને કેઈ સ્થાન નથી.
સભ્ય જ્ઞાન
સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન લગભગ સહભાગી છે. જયારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે સમ્યજ્ઞાન અર્થાત્ વસ્તુ પ્રત્યેનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. હકીકતે તે સમ્યગ્દર્શનની સાથે જે સમ્યજ્ઞાન થવા લાગે છે કારણકે સમ્યગ્દર્શન થતાં જ અજ્ઞાન દૂર થવા માંડે છે અને જે વસ્તુઓ પર શ્રદ્ધા હોય તે વસ્તુઓના સત્યજ્ઞાનની પ્રતિતિ થવા માંડે છે. અને જ્ઞાનાવણું કર્મોને ક્ષય થાય છે ઉપર સમ્યગ્દર્શનમાં ચર્ચા કરી છે દેવ, શાસ્ત્ર, ગુરૂ, આત્માના સ્વરૂપને ઓળખવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org