________________
[૧૬] વગેરે તરફ દે છે. મનની સ્થિરતા પછી માણસ જેમ અંતરમાં સ્થિર થઈ અચંચળ બને છે ત્યારે તે નિરર્થક કે અધિક સંભાષણ દ્વારા શકિતને વેડફતે નથી. અનલવિ ચારોનું સંવર થઈ જવાથી વાણી પોતે સંયમિત બને છે. અને જરૂરિયાત પ્રમાણેનું જ બોલવાનું રહે છે. હકીકતે તે વચન ગુપ્તિથી મૌનની સાધના શરૂ થાય છે. આ એક મનોવૈજ્ઞાનિક શકિત છે કે માણસ મૌન રહીને જેટલું ગંભીર ચિંતન કરી શકે છે, વિચારી શકે છે તેટલું બેલીને કરી શકતા નથી. અને મૌનથી બચાવેલી શકિત મનને પણ દઢ બનાવે છે. મૌન વ્યવહારી દ્રષ્ટિએ પણ વ્યકિતને દુશ્મને વધારવાથી બચાવે છે. અને ક્રોધ વગેરેથી અલિપ્ત રાખે છે.
જયારે મન અને વચન સંપૂર્ણ આંતરમુખી બને છે. ત્યારે કાયા એટલે શરીર સાધનામાં એકાગ્ર બનીને કષ્ટ સહિણું બને છે. શરીરની સાધના સાધક માટે જરૂરી છે. એને અર્થ એ નથી કે ગમે તેવા રસયુકત ભેજન કરવા અહીંયા ભાવાર્થ એટલે જ છે કે શરીરને પોષણ યુક્ત આહાર આપે કે જેથી તે ધર્મ આરાધનામાં સહકાર આપી શકે કારણ કે સચ્ચસાધના માટે વાકષભનાહાસ્ય, શરીરની મહત્તા શાસ્ત્રોએ સ્વીકારી છે. સાધક જ્યારે કાયોત્સર્ગની મુદ્રામાં શરીરને મેહ ત્યાગી ધ્યાનસ્થ બને છે ત્યારે શરીર ઉપર પડતા બાહ્ય કષ્ટો કે પ્રલોભને તેને ચલીત કરી શકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org