________________
[૧૫૯]
(૫) અસૂચિત્યાનુપ્રેક્ષા
આ શરીર અપવિત્ર લેહીમાંસથી બનેલું છે, જેમાં મલ-મૂત્ર જેવા અશુચિ દ્રવ્ય ઉત્પન્ન થયા કરે છે અને શરીરના પ્રત્યેક છિદ્રોમાંથી અશુચિ તત્વે જર્યા કરે છે અને બાહ્યાનાન કે સુગંધી દ્રવ્યથી તે પવિત્ર થઈ શકતું નથી ઉલ્ટાનું કામ વાસનાઓને વધારે છે એમ વિચારીને જ્યારે સાધક શરીરને મેહ ત્યાગીને તેના પ્રત્યે વૈરાગ્યભાવ સેવે છે અને શરીરમાં રહેલા આત્માને પવિત્ર માની તેને નિરંતર આરાધના કરે છે. મતલબ કે શરીરના સૌંદર્ય કરતા તે આત્માના સૌંદર્ય પ્રત્યે સવિશેષ ધ્યાન આપે છે.
(૬) અન્યતાનુપ્રેક્ષા
સાધક એક તરફ શરીરને અનિત્ય માને છે. સંસારથી અશરણયુકત માને છે તેની સાથે સાથે તે અન્યત્વ ભાવનાને પણ ભાવતું હોય છે. તે વિચારે છે કે શરીર વગેરે બાહ્ય દ્રવ્ય છે તે બધા પોતાનાથી અર્થાત આત્માથી જુદા છે આમ શરીર અને આત્મા પ્રત્યેના દૈતભાવના ભેદ વિજ્ઞાનથી તે પરિચિત બને છે. તે જાણ થાય છે કે હું આ શરીર નથી. તેનાથી હું અતિન્દ્રિય છું. શરીર અજ્ઞાન છે. હું શાતા છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org