________________
[૧૫] જોઈએ. શ્રાવકના અતિદુર્લભ ધર્મમાં ઉત્સાહ બતાવે જોઈએ. સ્નાન વગેરે કર્યા પછી દેવદર્શન, પૂજન વગેરે માટે ઈર્યાસમિતિ ધારણ કરીને જવું જોઈએ. અને જિનાલયમાં દેવશાસ્ત્ર ગુરૂની વિધિ પૂર્વક સ્વાધ્યાય કરવું જોઈએ, દાન આપવું જોઈએ. ગૃહસ્થ સંબંધી કાર્યો કરવામાં પણ વિવેક રાખવું જોઈએ, તત્વની ચર્ચા કરવી જોઈએ, સાંજે ભગવાનની આરતી અને ભાવપૂજા કરવી જોઇએ, બ્રહ્મચર્યના વિચારો સેવવા જોઈએ અને વૈરાગ્ય ભાવ ધારણ કરે જોઈએ.
* અષ્ટમૂલગુણ
પક્ષ રીતે આપણે અષ્ટમૂલગુણની ચર્ચા કરી છે. પરંતુ વિગતે એમ જાણવું જોઈએ કે જે શ્રાવક મધ, માંસ અને મધુને ત્યાગી છે અને જે નિષ્ઠાપૂર્વક પંચાણુવ્રતનું પાલન કરે છે તે અષ્ટમૂલ ગુણધારી શ્રાવક છે. ઘણા આચાર્યોએ ઘણી રીતે આની ચર્ચા કરી છે પરંતુ સર્વેને સાર હિંસાથી બચીને ઉત્તમ ગુણ ધારણ કરવાનો છે. આ મૂલગુણે કુળ પર પરાગત આપણામાં ઉતરવાજ જોઈએ અને જેનામાં આવા પ્રાથમિક ગુણે પણ નથી અને જે સપ્તવ્યસનને ત્યાગી નથી તે કોઈપણ સંજોગોમાં શ્રાવક કહેવડાવવાને ગ્ય નથી અને માટેજ અહિ સુધી કહેવાયું છે કે અષ્ટમૂલ ગુણધારી શ્રાવક જ મુનિને વંદન કરવાની યોગ્યતા ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org