________________
[ ૨૩ ]
જ્યારે વ્યકિત વ્યવહારથી નિશ્ચયમાં સ્થિર થાય છે. સમ્યકત્વ ધારણ કરી સમભાવ કેળવે છે ત્યારે વ્યવહારનાં વ્રત પણ છેડી દે છે. પછી ક્રિયાયુક્ત કાર્યો કરવાની જરૂર રહેતી નથી. આરંભ પરિગ્રહથી તે મુક્ત બને છે. આવા શુદ્ધ પરિણામી ભવ્ય જીવમાં વીતરાગ પ્રણીત સર્વ ધર્મ અનાશ્ત થઈ જાય છે.
કહેવાને મતલબ આટલું જ છે વ્યવહાર ધર્મ નિસરણી છે કે જેનાથી નિશ્ચયધર્મ તરફ જઈ શકાય છે.
જુઓ જનધર્મની આ લાક્ષણિકતા છે કે તે માત્ર બાહ્યા પૂજા, ભજન, ત્યાગ વગેરેથી જ આપણને સંતેષ કરાવતે નથી તેને જ ઈતિ માનતું નથી. તેનેજ સર્વસ્વ માનનાર તે મૂઢ છે. સંસારમાંજ ભટકનાર છે. સમ્યત્વ રહિત છે પણ જેમ ચોકે સાફ કરીને સેઈ કરવામાં આવે તેમ વ્યવહારથી ચિકે (આત્મા) સાફ કરીને જ પરમાર્થની આરાધના કરવાને ઉપદેશ આપે છે. સ્વર્ગપ્રાપ્તિ તેનું ધ્યેય નથી એટલે જે લેકે બાહ્ય દેડીક ધાર્મિક ક્રિયા કરીને ધર્મ કરવાની વાત કરે છે તેઓ સત્યાભાસમાં જીવે છે સત્યથી દૂર છે જનધર્મને સાધ્ય આત્મપ્રાપ્તિ છે. બાહ્ય ક્રિયાઓ માત્ર સાધન છે સાધનને સાધ્ય માનનાર અજ્ઞાની છે. સાધનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org