________________
[૧૩૬ ] પિતાની સુખ-સાયબી માટે, પિતાના માનને જાળવવા માટે તે છે છેતરવાની જ જનાઓ બનાવ્યા કરે છે. જુઠા સોગંદ તે તેને માટે સામાન્ય વાત હોય છે. તે ઢગી હોય છે. પિતાનું કામ કઢાવવા માટે તે ગમે તે સ્વાંગ રચી શકે છે. તળપદા શબ્દોમાં કહીએત ગરજે ગધેડાને બાપ કહેતા ખચકાતે નથી અને સ્વાર્થ પૂરો થતાં તે તેના અસલ દુષ્ટ સ્વરૂપમાં આવી જાય છે. આવા લેકે ખૂબજ ખતરનાક હોય છે.
જ્યારે માયાવી વ્યકિતની વાત કરીએ છીએ ત્યારે આજના રાજનિતિ અને શહેરી સભ્યતામાં જીવતા આપણે સહુ જાણે પોતાનું જ વર્ણન કરતાં હોઈએ એવું લાગે છે આજની કહેવાતી આધુનિકતા અને સભ્યતા એ આપણને શું શીખવ્યું છે? આપણે નાની-નાની સ્વાર્થ સિદ્ધિ માટે આપણે સ્મિત વદને, આવકાર ભાવે, સહકારવૃતિ દાખવવાને ભાવ દર્શાવી ને લોકોને છેતરતા હોઈએ છીએ.
આવી જ રીતે માયાવી પુરૂષ પોતાના આત્માને પણ છેતરતે હોય છે. તે વ્રત-ઉપવાસ વગેરે આમ ઉદ્ધાર માટે કરતા કરતાં પ્રદર્શન માટે જ કરતે હોય છે. અને પિતાની જાતને મોટો ધાર્મિક કહેવડાવવાને અહમ સંતેષ જે હોય છે. બહાર દાન કરે અને અંદર બ્લેક માર્કેટિંગ તે માને છે કોઈ જેનાર નથી, પરંતુ તેના કૃત્ય નિરંતર તેના આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org