________________
[ ૧૩૪] હોય! આપણે ત્યાં જે અષ્ટમદની ચર્ચા કરવામાં આવી છે તેને સમાવેશ આમાં થઈ જાય છે. મદયુક્ત વ્યકિત બીજાને તુચ્છ સમજે છે અને અહમને લીધે તે સમ્યકજ્ઞાન કે સમ્યક્દષ્ટિ કેળવી શકતા નથી અર્થાત્ સાચી દિશામાં વિચાર કરી શકો નથી. અને શરીરને શ્રય કરતાં-કરતાં આત્માને અનંતાનુબંધી કષામાં બાંધ્યા કરે છે. ધન, રૂપ, શક્તિ, વિદ્યા કે કઈ પણ પ્રકારની લબ્ધિ તે તે શુભ કર્મોનું ફળ છે અને તેનું અભિમાન કરનાર જીવ અનંતયોનિઓમાં ભટકે છે. મારિચિન જીવની કથા જૈનધર્મમાં ખૂબ પ્રસિદ્ધ છે.
રહીમે પણ કહ્યું છે કે
માન બઢાઈ કારણે, જે ધન ખર્ચે મૂઢ, મરકર હાથી હોયેગા, ધરતી લટકે સૂઢ.”
આમ અભિમાન વિશે અસંખ્ય દાખલાઓ આપણું સમક્ષ છે. રાવણનું અભિમાન એના પતનનું કારણ બન્યું. આ નશ્વર દેહના અભિમાનમાં રાચનારા પિતાના પગે જ કુહાડી મારી રહ્યા છે. માટે જ આચાર્ય ભગવંતે એ પૂજા અને ભકિતમાં સૌથી પ્રથમ નમ્રતાને સ્થાન આપ્યું છે. જ્યારે પણ આપણે વડિલે, મુનિ મહારાજે, તિર્થ કરેની સામે જઈએ છીએ મસ્તક ઝુકાવીએ છીએ ત્યારે સર્વપ્રથમ આપણે ભાવ એ હોય છે કે અમને કોઈ અભિમાન નથી કારણ કે જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org