________________
[ ૪૭ ] અને આહલાદને અનુભવ કરે છે. સંપત્તિ કે પ્રતિષ્ઠા કે સુખ એ તે પાપકર્મોનો ક્ષય અને પૂણ્ય કર્મોના ઉદયથી મળે જ છે પરંતુ કર્મોનું ક્ષય એ જ પ્રધાન છે. દેવ દર્શનના પ્રકરણમાં મે કહ્યું તેમ આત્મશાંતિ અને સંતોષ તે જ મોટામાં મોટી સંપત્તિ છે અને આ સુખ દેવદર્શન કે પૂજાથી મળે છે અને ફરીથી કહેવાનું મન થાય છે કે વિશ્વની તમામ સમસ્યાને ઉકેલ વ્યક્તિના મનની શાંતિ ઉપર જ અવલંબે છે. પૂજા વિધિ
સર્વપ્રથમ શ્રાવકે સ્નાન આદિ નિત્ય ક્રિયાઓથી નિવૃત્ત થઈ શુદ્ધ વસ્ત્રો ધારણ કરી અષ્ટમંગલ દ્રવ્ય લઈ અને મંદિર જવું જોઈએ અને તે વખતથી જ પંચપરમેષ્ઠિના ઇયાનમાં અગ્રેસર થવું જોઈએ અને મંદિરે પહોંચ્યા પછી પગ ધોઈને દેવદર્શન કરવા જોઈએ પછી પૂજાની શરૂઆત કરવી જોઈએ પૂજનનાં વસ્ત્રો સ્વચ્છ અને બને ત્યાં સુધી ખાદીના સફેદ કે કેસરી હોવા જોઈએ કારણ કે વસ તે ભાવનાને કિનારા છે. જયારે માણસ શુદ્ધ અને સારા વસ્ત્રો પહેરે છે ત્યારે તેની ભાવના પણ સરળ હોય છે. વસ્ત્રોની મન ઉપર ખૂબ જ પ્રભાવ પડે છે પૂજકે મૂર્તિનું પ્રક્ષાલ કરે જોઈએ. પ્રક્ષાલ શા માટે?
સાધારણ પ્રશ્ન થાય કે પ્રક્ષાલ શું કામ કરે જોઈએ અને મૂર્તિને શું કામ નવડાવવી જોઈએ પરંતુ એમ સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org