________________
[ ૮૩ ] ઉપવાસના દિવસે ઉપવાસીએ સંપૂર્ણ બ્રહ્મચર્યથી રહેવું જોઈએ. તેણે ગુરૂ કે દેવની સન્મુખ વ્રતને નિયમ લેવું જોઈએ જેને પચ્ચખાણ કહે છે. અને ચૌવિહાર કે શક્તિ ઓછી હોય તે તિવિહાર ઉપવાસને નિયમ લેવાય છે ઉપવાસી સવારથી જ શુદ્ધ થઈ મંદિરે જઈ ભક્તિ, સામાયિક, સ્વાધ્યાયમાં પિતાને સમય વ્યતિત કરે છે અને તે તમામ પ્રકારના ગૃહસ્થ જીવનના કાર્યો બંધ રાખે છે. અને આરંભ-પરિગ્રહને ત્યાગ કરી હિંસાથી બચે છે. શુંગાર, સ્નાન, અન્નજળ વગેરેથી દુર રહે છે અને ખૂબ ચેતનવંતે રહી ભગવત આરાધના કરે છે અને ધર્મકથાનું કથન કે શ્રવણ કરે છે. ઉપવાસના દિવસે શકય હેય અને ગામમાં હોય તે મુનિમહારાજેને આહાર વેરાવે છે. ઉપવાસના દિવસે તે વધુમાં વધુ સમય સામાયિકમાં ગાળે છે પ્રતિકમણ કરે છે અને સંપૂર્ણ બ્રહ્મચર્યથી રહી ભૂમિશયન કરે છે. તે ભૂખે છે એટલે તેણે ઉંધ્યાન કરવું જોઈએ તે ઉપવાસને અતિચાર છે પરંતુ અ૫નિદ્રા લઈ વધુમાં વધુ સમય આત્મચિંતનમાં અને શાસ્ત્રપઠનમાં ગાળ જોઈએ.
જૈનધર્મમાં એમ કહેવાયું છે કે ઉપવાસ કરવાથી અંગિકાર કરેલા તે સ્થિર બને છે અને જે જીવ આ રીતે ઉપવાસ કરે છે તેને સંપૂર્ણ અહિંસાવ્રતનું ફળ મળે છે કારણકે તે આરંભ અને પરિગ્રહથી બચે છે. અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org