________________
[૧૨૧] રાખે છે કે કોઈ સાધમી ભાઈ ભૂખે તે સૂઈ જતો નથી ને? પરંતુ એનાથી આગળ વિશાળ દૃષ્ટિથી વિચારીએતે આજે કરોડો લેકે ગરીબીની રેખાથી નીચે એક વખત પણ પુરતુ જમ્યા વગર પેટે પાટા બાંધીને જીવી રહ્યા છે તેઓ જીવતા છતાં મરેલા છે. ભૂખે તેમની શ્રદ્ધા ગુમાવી છે, શક્તિ ગુમાવી છે. અને અનીતિ કે આત્મહત્યા તરફ પ્રેરિત કર્યા છે. ઘણા ગુનાઓની ભીતરમાં આ પેટની ભૂખ કેન્દ્રસ્થાને હોય છે. અને એટલા માટે જ અપરિગ્રહવાદમાં આપણે આની ખુબ ચર્ચા કરી છે. આપણી પાસે સંપતિ હેતે ભૂખ્યાં લોકોને ભજન આપીએ અને ભૂખ્યાને ભેજન કરાવવા જેવું પુણ્ય કોઈ નથી અને ઓહ કહેવાનું મન થાય છે કે જે આપણે મિષ્ટાન્ન ખાઈને ભૂખે મરવા દેશું તે તેઓ આપણને મિષ્ટાન્ન ખાવા માટે જીવતા રહેવા નહિ દે, રહીમે બહુ સરસ કહ્યું છે કે જેમ હોડીમાં પાણી વધે અને તેને ઉલેચીએ છીએ તેમ સજજન પુરૂષ ઘરમાં વધેલી સંપતિને આ રીતે ઉલેચીને ભૂખ્યાઓનું પિષણ કરે છે. અપંગ, અપાહિજ લેકે આવા ભેજન માટેના અધિકારી છે.
આ ચાર પ્રકારના દાનની ચર્ચા કરવા પાછળનો હેતુ તે માત્ર એ છે કે જેનધર્મ સાચા અર્થમાં માનવધર્મ છે જે માનવને કોઈ પ્રકારના દુઃખમાં સહાય કરવા તત્પર રહે છે. અને આવા ધર્મને જૈનધર્મના વાડામાં બાંધવા કરતા વિશ્વધર્મ કે પ્રાણી માત્રના ધર્મના રૂપે નિહાળવે જોઈએ, ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org