________________
[૧૨૩] લિપ્ત કરે છે તેને હૈ કહી છે અને કોઈએ જે તત્વ આત્મા અને કર્મની સાથે સંબંધ જોડનારૂં છે તેને લેશ્યા કહ્યું છે. આમ ફલિતાર્થ એમ થાય છે કે જીવ અને કર્મને જે સંબંધ કરાવે છે તે લેહ્યા છે, અને અભિપ્રાયરૂપે એમ પણ કહી શકાય કે મિથ્યાત્વ, અસંયમ કષાય અને
ગ લેશ્યાઓ છે. “લેશ્યા” શબ્દની અન્ય વ્યાખ્યાઓમાં કહ્યું છે કે કષાયથી રંગાયેલાં છવની મન, વચન અને કાયાની પ્રવૃતિ તે ભાવલેશ્યા કહેવાય છે. આગમમાં કૃષ્ણાદિ છ રંગથી તેને નિર્દેશ કરવામાં આવ્યું છે. આમાં ત્રણ શુભ અને ત્રણ અશુભ માનવામાં આવી છે. રાગ અને કષાયથી મુકત થયેલાં અને લેક્ષાઓ હોતી નથી. શરીરના રંગને દ્રવ્યલેશ્યા કહેવાય છે. દેવ અને નારકીઓમાં દ્રવ્ય અને ભાવેશ્યા સમાન-રૂપે હોય છે. અન્ય જીવોમાં તેની સમાનતાને નિયમ નથી. ભાવ લેશ્યા જેના પરિણામે અનુસાર બદલાતી રહે છે.
સામાન્ય રીતે લેશ્યાના દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યાના બે ભેદ કરવામાં આવ્યા છે. પરંતુ સામાન્ય રીતે દ્રવ્ય લેશ્યાના મુખ્ય છ ભેદ એજ આખા માનવ મનની પ્રવૃતિના પ્રતિબિંબરૂપ હોય છે. આ છે ભેદો છે. ૧. કુષ્ણુલેશ્યા, ૨. નીલલેશ્યા, ૩. કાપતલેશ્યા ૪. તેલેશ્યા. પ. પલેશ્યા અને ૬. શુકલેશ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org