________________
“કષાય”
કષાય” શબ્દ જૈનધર્મમાં ખૂબ જ પ્રચલિત અને વારંવાર ઉપયોગમાં લેવાતા શબ્દચતુષ્ટય છે સામાન્ય રીતે મન અને આત્માને દુષિત કરનાર આ ચાર દુષ્ટ પ્રકૃતિઓ છે જે માણસને માણસાઈ રહિત અને અશુભલેશ્યાઓમાં ધકેલે છે. સત્ય અને જ્ઞાનથી વિમુખ રાખે છે એમ રૂપક આપીએ તે આત્મારૂપી પ્રજવલિત અંશને ચારે બાજુથી આછાદિત રાખે છે કે જેથી આત્માને આલેક રૂંધાયેલ રહે છે. માણસ આત્મલીન બની શકતું નથી અને સરળ શબ્દોમાં કહીએ તે સાચો માણસ પણ રહી શકતો નથી જેમ કસાઈ નિર્દયતાથી પશુંઓનો વધ કરે છે તેમ આ કષાય આત્મહનન કર્યા કરે છે કષાયયુક્ત વ્યકિત પેલા કમળાના રોગી જે થઈ જાય છે કે જેથી વ્યકિતને વસ્તુને સાચે રંગ ઓળખાતું નથી આ કષાય મુખ્ય ચાર પ્રકારના છે. ૧. ક્રોધ ૨. માન ૩. માયા અને ૪. લેભ પરંતુ હાસ્ય રતિ, અરતિ, શેક, ભય, ગ્લાનિ ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org