________________
[૧૧] ધર્મ પ્રત્યે સમજ વધશે, શ્રદ્ધા વધશે જે મંદિરોનું રક્ષણ કરવું હશે તે આવા જ્ઞાનદાનથી પૂજારીઓ પેદા કરવા પડશે.
શાસદાનના બીજા પક્ષની ચર્ચા કરીએ તે આજે દેશના લાખ લેક પુસ્તકોના અભાવે અભ્યાસ કરી શકતા નથી, અધૂરા અભ્યાસે ઊઠી જવું પડે છે તે આવા ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકીય અને આર્થિક મદદ કરવી જોઈએ. કદાચ કેઇને લૌકિક જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા ન હોય પરંતુ યુગના પ્રવાહની સાથે કદમ મિલાવવા માટે એ જ્ઞાન જરૂરી છે. વિદ્યાથીની તેજસ્વીતા આવા દાનથી ખીલવી શકાય છે અને આજના અતિ મેંઘા શિક્ષણના સમયમાં આ વિદ્યાદાન જરૂરી છે હવે તે કહેવાનું મન એ પણ થાય છે કે માત્ર પુસ્તકો જ નહિં પરંતુ ગરીબ વિદ્યાર્થીઓને કે જેઓ પારિવારિક પરિસ્થિતિને કારણે વાંચવાના સાધનોથી વંચિત છે તેમને સાધને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને ભણેલાઓની ફરજ છે કે તેમને મફતમાં ભણાવવા જોઈએ અને વિદ્યાને જેમ જેમ આપીએ તેમ તેમ વધે છે
અલયદાન
અભયદાન એ મને વૈજ્ઞાનિક દાન છે અથાત કમજોર વ્યક્તિને અત્યાચારથી બચાવવા આજના સંઘર્ષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org