________________
[ ૧૧૫] ૪. અતિથિસંવિભાગ શિક્ષાવ્રત !
| દાતા અને પાત્ર બંનેના રત્નત્રયધર્મની વૃદ્ધિ નિમિત્તે સમ્યકતાદિ ગુણેથી યુક્ત અનાગાર સાધુમુનિઓની બદલાની અપેક્ષા વગર સેવા કરવી અને દાન આપવું તે આ શિક્ષાવ્રતને મૂળ હેતુ છે. સાચા અતિથિ મુનિ–મહારાજે છે કે જેઓ તપસ્યા અને જ્ઞાનની સિદ્ધિ અર્થે ઈપથનું શોધન કરીને શ્રાવકેના ઘરે ગોચરી માટે આવે છે તેઓ ઉત્કૃષ્ટ અતિથિ કહેવાય અને નવધાભક્તિ સહિત તેઓને વહોરાવવાનું કાર્ય અતિથિસંવિભાગમાં આવે છે.
જૈનધર્મમાં દાનના ચાર પ્રકારે વર્ણવ્યા છે જેમાં ઔષધિદાન, શાસ્ત્રદાન,અભયદાન અને આહારદાનને સમાવેશ થાય છે. આવશ્યકતાનુસાર આ પ્રમાણેના દાને કરવા જોઈએ જેની વિગતે ચર્ચા આગળ કરીશું. આ ઉપરાંત પૂજા, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, મંદિર-નિર્માણ જેવા સત્કાર્યો પણ દાન કરવાના ઉત્તમ માધ્યમે છે, અને દાન આપતી વખતે દાતારે ધ્યાન રાખવું જોઈએ કે તે આનંદપૂર્વક, આદરપૂર્વક, પ્રિયવચનપૂર્વક, નિર્મલભાવપૂર્વક, અને ધન્યતા અનુભવતા ભાવ પૂર્વક દાન આપવું જોઈએ. જેઓ માત્ર અભિમાનપૂર્વક, પ્રસિદ્ધિ માટે, ફલપ્રાપ્તિ માટે દાન આપે છે તેને દાનને પૂછ્યલાભ મળતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org