________________
[ ૭ ] ગૃહસ્થ સાદા પણ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. સ્વચ્છ વસ્ત્રો મનને પ્રફુલ્લિત બનાવે છે અને મનમાં શુદ્ધતાની ભાવના જન્માવે છે. પ્રગથી સિદ્ધ થયું છે કે ખૂબ ભડકીલાં, ચમકીલાં વસ્ત્રો પહેરનારની એક ભાવના હોય છે કે કોઈ તેને જુએ છે કે નહીં? અને તે પહેરવેશના માધ્યમથી અન્યને આકર્ષવાના પ્રયાસ કરે છે અને આજનું દુર્ભાગ્ય તે એ છે કે પર્યુષણ જેવા ત્યાગના પર્વેમાં વસ્ત્ર અને અલંકારનું પ્રચલન એટલી હદે વધી ગયું છે કે મંદિરે ભક્તિ કે વૈરાગ્યના ધામ મટીને ફેશન પરેડ અને કામોત્તેજનાના ધામ બનતા જાય છે. આભુષણે પરિગ્રહવાહને છડેચક ભંગ કરે છે અને ધર્મથી આપણે સદંતર દુર જઇને પાપને બંધ કરતા હોઈએ છીએ. વ્યવહારમાં ખૂબ સાદા વસ્ત્રો સાદાઈની અંતઃફુરણા ઉત્પન્ન કરે છે. મંદિર એટલી પવિત્ર જગ્યા છે કે પૂજાના વસ્ત્રો એટલે જ આપણે પવિત્ર અને શુદ્ધ રાખતા હોઈએ છિએ. ઘરમાં પણ આવશ્યકતાનુસાર વસ્તુઓ રાખવાની મર્યાદા છે. રાચરચીલું કોઈપણ સમયે ત્યાગની ભાવના જન્માવી શકે નહીં. જેનધમ તે સાદગીથી રહે અને ઊંચા વિચાર કરી તે સિદ્ધાંતને વરેલે છે. આપણા સોડા પણ એજ શુદ્ધતા અને સાત્વિકતાના પ્રતિક હોય છે કે જ્યાં ગમે ત્યારે મુનિ મહારાજ પણ ગોચરી માટે આવી શકે, પ્રત્યેક શ્રાવક તેને વિહાર અથવા વ્યવહારથી પંચપાપોથી મુક્ત રહી એક આદર્શ જીવન જીવતા નિરંતર ત્યાગની ભાવના કેળવતે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org