________________
[ ૮૫ ] વ્યાખ્યા છે કે એક આસને બેસીને જમવું તે પરંતુ અહિયાં એકાસનને ભાવાર્થ જ જુદો છે. એકાસણુ, પિષઘ-ઉપવાસના અર્થમાં પ્રયુક્ત થયેલું છે. અર્થાત્ એક સમયે શુદ્ધ ભજન કરવું તે મને તે એમ લાગે છે કે ઉપવાસ કરતા એકાસણામાં વધારે સંયમની આવશ્યકતા રહે છે. ઉપવાસીની જેમ સવારથી તમામ નિયમોનું પાલન કરતાં-કરતાં એકાસણુ કરનાર માત્ર એક વખત જમે છે. ઉપવાસીની સામે જમવાને કોઈ વિકલ્પ નથી જ્યારે એકાસણું કરનાર વ્યક્તિની પાસે તમામ પ્રકારના પેટ ભરી શકાય તેવા ભોજન પદાર્થો રહેલા છે. પરંતુ તેની ખરી કટી ત્યાંજ છે તે રસને ત્યાગ કરી જે વસ્તુ સામે છે છતાં એમાથી ખૂબ ગમે તેવી વસ્તુઓને ત્યાગ કરે,માત્રા કરતા નિલેપ ભાવથી ઓછું જમવું એ એકાસણની મહત્તા છે. ભેજનની શુદ્ધિ અને ઉદ્યોગમાં લઈ શકાય તેવાજ આહાર તે લેવા જોઈએ હું ભૂખે રહ્યો છું એવી અસંતુષ્ટ ભાવના નહિ હોવી જોઈએ. અને તેણે અન્ય તમામ કાર્યો જેવા કે વાંચન, મનય, સામાયિક વગેરે કાર્યો કરવા જોઈએ. તે તેની શક્તિ પ્રમાણે પિરસી, સાઢપિરસી મૂઠ્ઠસી વગેરેના પચ્ચખાણ લઈ શકે છે. આમ ઉનેદર રહીને જમવાને સંયમ એ મહત્વની બાબત છે અને ભેજન પ્રત્યેની લાલસા ઘટે છે. અને સાધના તપમાં તે ખૂબ જરૂરી પણ છે. અંતે તે તમામ વ્રત ઉપવાસને હેતુ વ્યવહારિક રીતે સારી વ્યક્તિ બનવાને છે અને નિશ્ચપ રૂપે મુક્તિ પ્રાપ્ત કરવાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org