________________
[ ૪૯ ]. પ્રતિપાદ્ય વિષય વ્યવહાર પૂજા છે તેની વિગતે ચર્ચા કરશું પરંતુ નિશ્ચયપૂજા અને એટલું જ સમજવું જોઈએ કે વ્યવહાર પૂજામાં સ્થિર થયેલે સાધક જ્યારે નિશ્ચયપૂજામાં ગમન કરે છે ત્યારે જ તેને મુક્તિ મળે છે અને વ્યવહાર પૂજાથી માત્ર પૂણ્ય પ્રાપ્ત કરવાને ધ્યેય નથી કારણ કે પૂણ્ય પણ બંધ છે પણ અનુક્રમે નિશ્ચય પૂજા તરફ ગતિ કરવાની છે. નિશ્ચય પૂજા એટલે એમ ધ્યાન કરવું કે જે પરમાત્મા છે તે જ હું છું અને જે સ્વાનુભાવ ગય હું છું તેજ પરમાત્મા છે. એટલે હું પિતે મારા વડે મારી ઉપાસના માટે એગ્ય છું અન્ય કોઈ નથી. આ રીતે આરાધ્ય અને આરાધક ભાવેનું એકત્વ સધાય છે અને જ્યારે વિકલપ રૂપ મન ભગવાન આત્મારામની સાથે મિલન સાધે છે. સમરસ બને છે ત્યારે આત્મામાં પંચપરમેષ્ઠિની સ્થાધના થાય છે.
વ્યવહાર પૂજાના પણ મૂખ્ય રૂપે બે ભાગ કરવામાં આવ્યા છે. ૧ ભાવ પૂજા ૨. દ્રવ્ય પૂજા.
વસુનંદી શ્રાવકાચારમાં પૂજાનાં નામ, સ્થાપના. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ છ ભેદ કર્યા છે પરંતુ આપણે ઉપરોક્ત બે પ્રકારમાં યથાસ્થાને તેની ચર્ચા કરીશું. ભાવ પૂજામાં પૂજક અષ્ટમંગલ દ્રવ્યથી ભગવાનનું પૂજન કરતે નથી પરંતુ તે મનમાં અહં તેના ગુણનું ચિંતવન કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org