________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણને સામાન્ય અર્થ પ્રાયશ્ચિત કે આત્મઆલોચના થાય છે. અથવા મે જ્યાં સુધી ક્રમણ અર્થાત્ ગતિ કરી છે ત્યાંથી પ્રતિગતિ કરીને પાછે આવુ' તેવી ભાવના છે. એટલે સરળ શબ્દોમાં કહીએતે પ્રતિક્રમણ એટલે પાછા ફરવુ. આધ્યાત્મિક રીતે એમ કહીએ કે સોંસારમાં મે' જે કંઈ કાર્યા કર્યાં છે કે જે મારા આત્મસ્વભાવને પ્રતિકુળ છે તેનાથી પુનઃ પાછો આત્મા તરફ પાછા વળું. એટલે કે સંસારને ત્યાગી ને આત્મલિન બનવાના પ્રયાસ કરવા. ખુખ સાધારણ રીત એમ કહી શકાય કે આખા દિવસમાં ધૃત કાતિ અને અનુમોદનાથી મન, વચન અને કમથી મેં જે કાંઇ ખાટા કામા કર્યાં હાય તેનું આત્મનિરીક્ષણ કરવું અને પ્રાયશ્ચિત કરવું એટલે પ્રતિક્રમણુ અને સારા કામે કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને મન નિર્ભર મને છે. અને સારા માણસ બનવાની પ્રવૃતિને વિકાસ થાય છે. જ્યારે પ્રત્યેક વ્યક્તિ જો પેાતાની ભુલેનું સ્વયં પ્રાયશ્ચિત કરતા પારસ્પરિક દ્વેષ જરૂર દૂર થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org