________________
[ ૭૮ ]
જૈનદર્શન અને ધર્મની દૃષ્ટિએ હિંસા, અસત્ય, ચારી અબ્રહ્મ અને પરિગ્રહથી નિવૃત્ત થવુ તેનુ' નામ વ્રત છે. સર્વાર્થ-સિદ્ધિમાં કહ્યું છે કે પ્રતિજ્ઞાથી જે નિયમાનુ પાલન કરવામાં આવે છે તે વ્રત છે. અને વિવેક બુદ્ધિ કે ભેદવિજ્ઞાનની દ્રષ્ટિથી જે કરવા ચેાગ્ય છે તેનું પાલન કરવું તે વ્રત છે, અને સ`પ્રકારની નિવૃતિના પરિણામને પણ વ્રત કહેવામાં આવે છે. એક જગ્યાએ નિર્દેશ કરવામાં આવ્યા છે કે પદાર્થીના સેવનનું અથવા હિંસાદિ અશુભ કર્મના નિશ્ચિત સમય માટે કે આજીવન માટે સંકલ્પ પૂર્ણાંક ત્યાગ કરવા તે વ્રત છે. અને શુભકર્યું માટે તે પ્રકારે જ સંકલ્પપૂર્ણાંક વૃતિ કરવી તે પશુ વ્રત છે. નિશ્ચય દષ્ટિએ એમ કહે. વાયુ છે કે વિશુદ્ધ જ્ઞાનદર્શનરૂપવભાવ ધારક પેાતાના આત્મ-તત્વની ભાવનાથી ઉત્પન્ન સુખરૂપી અમૃતના આસ્વાદ વડે તમામ પ્રશ્નારના શુભ અને અશુભ રાગ અને વિકલપેાથી રહિત બને છે તે વ્રત છે. અને જ્યારે આત્માથી આત્માની પ્રવૃતિ કરવાના નિર્ધાર કરે છે ત્યારે તે ક્રિયા પતે વ્રત બની જાય છે. કષાયાને ત્યાગ કરી દયા દાખવવી એ પણ વ્રતમાંજ આવે છે. આચાર્યએ બાર વતની ચર્ચા કરી છે જેમાં પાંચ અણુવ્રતા, ત્રણુ ગુણુવ્રત અને ચાર શિક્ષાત્રતાને સમાવેશ છે.
વ્રતાની આરાધનામાં સમ્યકત્વની સર્વાષિક જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org