________________
[ ૬૬ ]
બનતા જાય છે. અને જ્યારે મસ્તિષ્કના સહસ્ત્રદલ કમળ જાગૃત અને છે ત્યારે યોગસાધનાની ચરમભૂમિ પર સાધક પહોંચી જાય છે. વિવિધ કેન્દ્રોના વિવિધ રંગા; વિવિધ પ્રભાવ અને વિવિધ પરિણામેાની ચર્ચાએ કરવામાં આવી છે. યાગ અગેને વિશુદ્ધ, સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક પુસ્તક જીદેથી પ્રકાશિત કરવામાં આવશે. અત્યારે તે આજ સમજાવવાનુ` છે કે સામાયિક એજ ચેાગ છે. અને મનની શાંતિ માટે આજે વિશ્વ તેના તરફ આકર્ષિત થયેલુ છે.
સ્વાધ્યાય !
સામાયિકની સાથે સ્વાધ્યાય સંલગ્ન છે. હું તે એમ માનું છું કે દેવદર્શીન માટે ગયેલે શ્રાવક દન, પૂજન, આરતી, સામાયિક અને છેલ્લે સ્વાધ્યાય કરે ત્યારેજ એની મંદિરજવાની પ્રક્રિયા પૂરી થાય. સાધારણ રીતે સ્વાધ્યાય એટલે વાંચન એમ કરવામાં આવે છે અને આપણે તેમ કરીએ પણ છીએ. માચાએ ઉત્તમ શાસ્ત્રનું વાંચન અને શ્રવણ એને પણ તપનાજ એક પ્રકાર માન્યા છે. અને સામાયિકની જેમ ત્રિકાલ એ સારા સમય ગણ્યા છે.
સ્વાધ્યાયને શાબ્દિક અર્થ કરીએ તે એમ કહી શકાય કે સ્ત્ર અર્થાત્ પેાતાનું અર્થાત આત્માને અધ્યાય એટલે જાણવું એટલે કે આત્મા વિષે જાણવુ સમજવુ, મનન કરવું, ચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org