________________
[ ૬૪ ]
સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી ઘરના એકાંતમાં કે જિનપ્રતિમા સમક્ષ કે અન્ય પવિત્ર સ્થળે પૂર્વમુખ અથવા ઉત્તરમુખ થઇ જિનવાણી, જિનધર્મ, જિનબિંબની ત્રિકાલ વંદના કરવામાં આવે છે, સામાયિક કરતી વખતે મહત્વની ધ્યાન રાખવાની વાત એક જ છે કે નિરંતર દેવશાસ્ત્રગુરૂનુ સ્મરણ કરવામાં આવે અને અનંત સુખ મેક્ષની પ્રાપ્તિ માટે કક્ષય માટે આરાધના કરવામાં આવે અને નમસ્કાર મંત્રના નિર ંતર જાપ કરવામાં આવે તે નિશ્ચિત રૂપથી સાધક ઉત્તમશ્રેણીમાં સ્થાપિત થાય છે અને આવી રીતે સામાયિક કરનાર ગૃહસ્થ સાધુ તુલ્ય અને છે અને એમ જોવામાં આવેલ છે કે સાચા મનથી પૂજન અને સામાયિક કરનાર ગ્રહસ્થ તેના રાજમરાજના કાર્યોંમાં પણ ઈમાનદાર અને સાચા મને છે અને તેને સામાજીક પ્રતિષ્ઠા તે મળે જ છે સંતાષરૂપી મહાન આનંદ પણ મળે છે કેટલાકને પ્રશ્ન થશે કે સામાયિકથી શુ ફાયદા ? તે જૈનદન એમ કહે છે કે તમામ આરાધનાના ઉદ્દેશ્ય આત્મશાંતિ, આત્મ ઉન્નયમ અને ચતુર્ગાંતિ માંથી મુક્તિ મેળવવાના છે સામાયિકમાં જે સમતાની વાત, સચમની વાત, મૈત્રીની વાત કરી છે અને જો તેનું પાલન પ્રત્યેક વ્યક્તિ કરે કે કરવાના પ્રયાસ કરે તે એક વાત નિશ્ચિત છે કે માણસ પ્રત્યે ક્રુરતા છેડે અને વિશ્વશાંતિ માટે સમસ્યા ન રહે. સામાયિક ખીજા શબ્દોમાં
ચેાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org