________________
[ ૫૩ ] ઉપલબ્ધ વાઘો, ગીત-સંગીતનો પ્રયોગ કરવામાં આવે છે. આરતી શા માટે કરવી જોઈએ એ એક સામાન્ય જિજ્ઞાસા હોઇ શકે.
સામાન્ય રીતે સવારે પૂજન પુરૂં થયા પછી અને સાંજે સંધ્યા કાળે આરતી કરવામાં આવે છે.
જ્યારે આરાધક પિતાના આરાધ્યની આરતી ઉતારે છે. ત્યારે તે ભાવ-વિહવલ બની જાય છે. અને આરાધ્યનાં ગુણગાનમાં લીન બને છે. આરતી એટલે આ દુખને દુર કરવા માટે કરવામાં આવતી પ્રાર્થના.
માણસ સંસારના વિવિધ દુખેથી પીડિત છે. કર્મબંધ અને સજ્ઞાન કે સમ્યગ્યાનના અભાવે તે નિરંતર ભ્રમણમાં છે. દુખને સહન કરીને ભ્રમિત થઈ રહ્યો છે. તે મનથી, તનથી પીડિત છે. અનેક શરીરની આર્તનાઓથી વ્યથિત છે. અને જ્યારે આવી પીડાથી તે માનસિક દુખ અનુભવે છે. દિશા શુન્ય બને છે. ત્યારે માનસિક શાંતિ અને શારીરિક સુખની સાથે કર્મોનાં સંવર માટે તે આને દૂર કરનાર ભગવાન કે તીર્થંકરનાં ગુણેને ગાય છે અને પરોક્ષ રૂપે જાણે કે એમ ભાવના વ્યકત કરે છે કે હે પ્રભુ જેમ આ સંસારના દુખ મેહ માયાને ત્યાગીને, ઉગ્ર તપસ્યા દ્વારા કર્મોને ક્ષય કરીને આપ મુક્ત બન્યા છે તેમ હું પણ તે અવસ્થા સુધી પહોંચું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org