________________
[ ૫૧ ] અને ગંધની સુવાસ સર્વત્ર વ્યાપી રહી છે તેવા પૂષ્પથી અમૃત તુલ્ય ઉત્તમ વ્યંજનોથી સુગંધિત ધૂપ યૂક્ત રત્નમયી દિપકથી અને ઉત્તમ ફળેથી પૂજન કરે છે. આ પૂજન સામગ્રીના જુદા જુદા લેકો દ્વારા જાણે કે ભક્ત કહે છે અને ભાવના ભાવે છે કે હે ભગવંત ઉત્તમ જલધારાથી મારા પાપ રૂપી મેલ ધોવાઈ જાય ચંદનના લેપથી હું સૌભાગ્ય સંપન્ન બનું અક્ષતની પૂજા કરનાર અક્ષયપદની પ્રાપ્તિની ભાવના ભાવે છે. અને સંસારની આધિ, વ્યાધી, ઉપાધિઓની પીડાથી પીડાતે એ હું પૂજામાં અર્પિત ચંદન જે શિતલતા એટલે કે શાંતિ પ્રાપ્ત કરૂં. પૂ અર્પિત કરતાં તેની ભાવના હોય છે કે સંસારનાં ભેગ વિલાસમાં પડેલે એ હું કામબાણથી વિદ્ધ થયેલ છું તે મારી તે કામ ભાવનાઓ નાશ થાય અને હું અનંત બ્રહ્મચર્યમાં સ્થાપિત થાવ અનેક પ્રકારનાં નૈવેદ્ય વખતે તે ભાવના ભાવે છે કે હે જિસેંદ્ર અનંત નિએમાં હું ભૂખ અને તરશી પીડા છું અનેક પ્રકારનાં ભજનોથી પણ મને તૃપ્તિ થઈ નથી અને માત્ર આ પેટને ભરવા માટે હું અનેક માર્ગો ઉપર ચાલ્યો છુ તે હે પ્રભુ હવે આ સાંસારિક ભૂખ મટાડીને અક્ષયપદ આપો અને ક્ષુધા રેગથી મને મુક્ત કરો. દિપથી પૂજા કરનાર જાણે કે કહે છે કે હે જિસેંદ્ર દેવ હું અનંત યાનિઓથી આ કર્મના ચક્કરના ચકાવે અંધકારમાં જ ભટકે છું, સત-અસતને ઓળખી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org