________________
[૨૭] વિવિધ સમ્પ્રદાયનાં મૂળમાં એના દર્શન પક્ષને તપાસીએ તે બધા જ માનવની મુક્તિ, આત્માના ઉદ્ધારની વાત કરે છે બધા જ મનેવિકાને ત્યજીને ભગવાનના સાનિધ્યની વાત કરે છે. ક્રિયાકાંડે કે જે સમ્પ્રદાયની ઓળખ માટેનાં જ સાધન ગણાય તે જરૂર જુદા જુદા હોય છે. પરંતુ આ સંદર્ભમાં એક વાત કહેવી જરૂરી છે કે “જૈન દર્શન”નાં મૂળમાં જે આત્માની વાત છે, મોક્ષની ક૯૫ના છે. અને વિષયને વિવિધરૂપે સમજવાની વાત છે તે અનાદિકાળથી આજ સુધી યથાવત રહી છે. તેમાં અનેક સમ્પ્રદાય કે આખા થયા છતાં મોક્ષમાર્ગની સાધનામાં આ સમ્પ્રદાયે ધર્મ ઉપર અસર કરી શકયા નથી. જ્યારે અન્ય દર્શનમાં આવા પંરિવર્ત થયા છે. દા. ત. અહિંસામાં માનનાર હિન્દુ ધર્મમાં પણ પશુ અને નર બલિનાં યજ્ઞો ઘુસી ગયા હતા. હિન્દુધર્મના નામે શાકતે પણ ખમ્યા અને નિરાકાર બ્રહ્મને માનનાર ધર્મમાં સાકાર અને સરાગી દેવની ઉપાસના પણ સ્થાન જમાવતી ગઈ.
- આપણે એક સાધક તરીકે એટલું સમજવું જોઈએ કે ધર્મ અને સમ્પ્રદાય આમ જુદા છે. ધર્મ આત્માને સ્વભાવ છે. ધારણ કસ્વાની વાત છે. જ્યારે સમ્પ્રદાય સંકુચિતતાની વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org