________________
[ ૩૪ ] જૈને એટલે આપણે તિર્થંકરની આરાધના કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દેવશાસ્ત્ર ગુરૂની ભક્તિ કરીએ છીએ એટલે આપણે નાસ્તિક છીએ એ કથન સર્વથા મિથ્યા છે. પરંતુ જેના દર્શનનાં સિદ્ધાંત પ્રમાણે જીવ અનાદિકાળથી પુદગલને સંસાર પ્રાપ્ત કરીને આ સંસારની રચના કરે છે સાત તને આધારે આ આખા સંસારચક્રની રચના ચાલે છે. આપણે નીત કર્મોને બાંધીએ છીએ અને તેને તપશ્ચર્યા દ્વારા ક્ષય, ઉપશમ કે પશમ કરતાં રહીએ છીએ જ્ઞાન દૃષ્ટિ ઉત્પન્ન થતાં કર્મોને આશ્રવ બંધ થાય છે. જેથી સંવર થઈ જાય છે. અને કર્મને સંપૂર્ણ ક્ષય કરીને અર્થાત તેની નિજેર કરીને આ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. અર્થાત સ્વયં ભગવાન બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તે સંસાર રચનાને કેમ નિરંતર ચાલ્યા જ કરે છે. તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની પરંપરામાં નિર્મિત થાય છે. ખંડિત થાય છે. પરંતુ તેને સંપૂર્ણ નાશ થતો નથી આ રીતે સંસારને સંપૂર્ણ નાશ થતો નથી તેની કઈ રચના કરતું નથી કે તેને કઈ નાશ કરતા નથી પરંતુ કર્મબંધન અને ક્ષયની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. આને માટે સંસારના કર્તા કોઈ વ્યકતિ વિશેષની ક૯૫ના ભગવાન રૂપે જૈન દર્શનમાં સ્વીકારવામાં આવી નથી વિજ્ઞાને પણ આ આ સત્યને રવીકાર કર્યો છે કે કોઈ પણ અણું સંપુર્ણ વિનાશ પામતે નથી. તેનું રૂપ પરિવર્તન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org