________________
તા જૈન ધર્મ કેમ ?
હમણા એ ધમ અને સંપ્રદાયની વાત કરી તમને સ્વભાવિક રીતે પ્રશ્ન થાય કે જે જૈન સાંપ્રદાય હાય તે આપણે ધમ એમ કહીએ છીએ ? તે તેના જવાખ એ રીતે આપી શકાય કે, જૈન શબ્દ તે વ્યક્તિવાચક કે સ`પ્રદાય વાચક નથી પરંતુ તે ક્રિયાવાચક છે. જૈન શબ્દ મૂળ જિનમાંથી છે જેના અથ એમ થાય છે કે જેઓએ પેાતાની ઇન્દ્રિયા ઉપર વિજય મેળવ્યે છે. એટલે કે આત્માને અનત ચેાનીઓમાં ભૌતિક વિકારને લીધે જે ઇન્દ્રિયા ભટકાવે છે, તે પાંચઇન્દ્રિયેાને જેણે સયમ રૂપી શસ્ર વડે વરામાં કરી છે તે જિન છે અને એવા કેવલી ભગવાન ઘ્વારા જે કથિત છે તે જૈન છે. તે જૈન દર્શન કે જૈન ધમ છે. આપણે ચાહુક ઉઢાણથી વિચારીએ તે આ વ્યાખ્યા ધ્વારા એક સ્પષ્ટતા થાય છે કે જૈન શબ્દમાં જ ધર્મની વ્યાખ્યા જે આ પૂર્વે કરી છે તે સમાયેલી છે. અને આ રીતે આત્માની, મૂક્તિની ઇન્દ્રિય સયમની વિશાલ ભાવના જેમાં સમાયેલી છેતે જૈન પેાતે ધર્મ છે. અને તેની સ્યાદવાદની દ્રષ્ટિ સમભાવ ને પ્રસ્તુત કરે છે. આ રીતે જૈન ધર્મ સપ્રદાય નથી જો કે શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરા પથ વગેરે તેનાં સંપ્રદાય છે. પરંતુ મૂળ જૈન ધમ તે સંપ્રદાય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org