________________
ધર્મ અને સમ્પ્રદાયઃ- ધર્મ અને ક્રિયા જેમ જુદા છે તેમ આપણે ધર્મ અને સમ્પ્રદાયના ભેળસેળમાં અટવાયા કરીએ છીએ. ધર્મ શબ્દની સાથે આપણે હિન્દુ, જૈન, બૌદ્ધ, મુસ્લિમ, શિખ કે ઇસાઈ શબ્દ જોડીને હિન્દુધર્મ, જૈનધર્મ જેવા શબ્દો જ ઓળખી શકયા છીએ અને આજ કારણ છે કે ધર્મનાં સાચા સ્વરૂપને જાણી શક્યા નથી. - ઉપર મે ધમન થીક વ્યાખ્યા અને બે મુખ્ય ભેદની ચર્ચા કરી તેમાં કયાંય આ રીતે ધર્મ શબ્દને પ્રયોગ થયે નથી પણ સામાન્ય લેકે આમજ વિચારે છે અને વતે છે ધર્મનાં વિશાળ અર્થની જગ્યાએ તે સંકુચિત રીતે જૈનધર્મ, હિન્દુધર્મ, મુસ્લિમ ધર્મ વગેરેને જ ઉપયોગ કરે છે. - હકીકતમાં જેન, હિન્દુ, ઈસાઈ, બૌધ આ બધા તે સમૂદાય છે. અને સમ્પ્રદાય હમેશા સંકુચિત અર્થમાં જ ઘાતક હોય છે. તે પોતાની સીમિત વ્યાખ્યાઓ, માન્યતાઓ માંથી જ બહાર નીકળી શકતા નથી. હજારો વર્ષોને ઈતિહાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org