________________
[ ૧૮ ] તેને પુનર્જન્મ લેવું પડતું નથી. એટલેકે જૈન દ્રષ્ટિએ પ્રત્યેક જીવ સ્વયં ભગવાન બનવાની ક્ષમતા ધરાવે છે. આમ નીચેથી ઉપર ચડવાની શક્તિ જૈન ધર્મની પાસે જ છે. અને આને લીધે જ જૈન ધર્મ, હિન્દુ ધર્મથી જુદા પડે છે અને પિતનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તદુપરાંત તેને પાયે અહિંસા પર રચાયેલ હોવાથી તે ભાવહિંસા જેટલો સૂક્ષ્મતાથી અહિંસાનું પાલન કરે છે માટે જેટલી વસ્તુઓમાં હિંસા થવાને સંભવ રહે તેનાથી બચવાના પ્રયાસો કરે છે. માટે જ આહાર, વ્યવહાર, સર્વમાં હિંસા ન થાય તેની કાળજી રાખવા માટે રાત્રિભોજન, વગેરેને ચુસ્ત પણે ત્યાગ કરાવે છે.
જૈનધર્મને આમ વૈજ્ઞાનિક રીતે આપણે સમજશું, તેનાં હાઈને જાણશું અને તેની વિશિષ્ટતાને મનન કરશું તે તે સમજવામાં સરળ બનશે. અને તેનાં દર્શન આપણને આનંદ આપશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org